Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

સાંપા ગામની સીમમાં જુગાર રમતા ચાર જુગારીઓને પોલીસે ઝડપી પાડયા…

Share

સાંપા ગામની સીમમાં જુગાર રમતા ચાર જુગારીઓને પોલીસે ઝડપી પાડયા…

કરજણ તાલુકાના સાંપા ગામની સીમમાં જુગાર રમતા ચાર જુગારીઓને પોલીસે ઝડપી પાડતા જુગારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સાંપા ગામની સીમ કબ્રસ્તાનની પાછળ આવેલ નર્મદા વિશાખા માઈનોર કેનાલની બાજુમાં ગૌચરની ઝાડીમાં ગુંદાના ઝાડની નીચે કેટલાક ઈસમો પત્તા પાના પૈસા વડે હાર જીતનો જુગાર રમી રમાડે છે તેવી બાતમી મળતા બાતમીના આધારે કરજણ પોલીસે રેઇડ કરતા જુગાર રમતા આઠ જુગરીઓમથીથી ચાર જુગારીઓ રંગેહાથ ઝડપાઇ ગયા હતા.

Advertisement

જ્યારે અન્ય ચાર જુગારીઓ પોલીસને ચકમો આપી ફરાર થઇ ગયા હતા. પોલીસે આરોપીઓ પાસેથી  અંગ ઝડતીના કુલ કિ.રૂ.૭,૧૦૦ તથા અંગઝડતીના ચારેય મોબાઈલ મળી કુલ કિંમત રૂપીયા ૨૫,૦૦૦ તેમજ સદર જગ્યાએ દાવ ઉપર જોતા વેરણ છેરણ પડેલ જુદા-જુદા દરની ચલણી નોટો મળી કુલ રૂ.૬૬૧૦ મળી કુલ કિ.રૂ.૩૮,૭૧૦ ના મુદ્દામાલ સાથે આઠેય આરોપીઓ વિરુધ્ધ જુગારધારા એક્ટ હેઠળ કરજણ પોલીસ મથકમાં ગુનો દાખલ કર્યો હતો…

:- યાકુબ પટેલ..કરજણ..


Share

Related posts

ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં જર્જરિત મકાન ધરાશાયી થતા દોડધામ.

ProudOfGujarat

મોરબીમાં ઝૂલતા પુલની ઘટના બાદ તંત્ર જાગ્યું, વડોદરામાં કેબલ બ્રિજના મોનીટરીંગ અંગે અપાઈ સૂચનાઓ.

ProudOfGujarat

માંગરોળ : ભારતીય વિદ્યા ભવન્સ જી.આઈ.પી.સી.એલ. નાની નરોલી ખાતે જન્માષ્ટમી સેલિબ્રેશન કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!