Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ભરૂચ સક્રિય પત્રકાર સંઘ ના પ્રમુખ તરીકે દિનેશ અડવાણીની વરણી

Share

ભરૂચ સક્રિય પત્રકાર સંઘ ના પ્રમુખ તરીકે દિનેશ અડવાણીની વરણી

ભરુચ

Advertisement

ભરૂચ જિલ્લાના ના પત્રકારો નું સંગઠન એવું ભરૂચ સક્રિય પત્રકાર સંઘ ની વાર્ષિક સામાન્ય સભા ભરૂચ માહિતી કચેરીના હોલ ખાતે રાખવામાં આવી હતી જેમાં સર્વાનુ મતે આવનારા બે વર્ષ માટે પ્રમુખ તરીકે દિનેશભાઈ અડવાણીની નિમણૂક કરવામાં આવી હતી. તેમજ કેક કટીંગ કરીને સંઘના સ્થાપના દિવસની ઉજવણી થઈ હતી.

ભરૂચ સક્રિય પત્રકાર સંઘ છેલ્લા 10 વર્ષથી ભરૂચ જિલ્લાના પત્રકારો સહિત સામાજિક શૈક્ષણિક ક્ષેત્રે કામગીરી કરી રહ્યું છે. આજે તેને દસ વર્ષ પૂર્ણ થઈ 11માં વર્ષમાં પ્રવેશ થતા ભરૂચ સક્રિય પત્રકાર સંઘ અને વાર્ષિક સામાન્ય સભા ભરૂચ માહિતી કચેરીના હોલ ખાતે મળી હતી. જેમાં વિવિધ એજન્ડા ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જાન્યુઆરી 2024માં મળેલી ખાસ સાધારણ સભાના તમામ ઠરાવોને વંચાણે લઇ બહાલી આપી દેવામાં આવી હતી. કારોબારી બેઠકમાં લેવાયેલા તમામ ઠરાવોને વંચાણે લઈ તેને પણ સર્વાનુ મતે બહાલી અપાઈ હતી. સભામાં વાર્ષિક હિસાબો પણ રજૂ કરવામાં આવ્યા હતા સાથે સાથે હાજર સભ્યોના સૂચનોને પણ ધ્યાનમાં લઇ તેની નોંધ લેવામાં આવી હતી. ત્યારબાદ વર્ષ 2024-25 અને 2025-26 માટે ભરૂચ સક્રિય પત્રકાર સંઘના પ્રમુખ તરીકે દિનેશભાઈ અડવાણી ના નામનો પ્રસ્તાવ મુનીરભાઈ પઠાણ દ્વારા મુકવામાં આવ્યો હતો. તેને જીતુભાઈ રાણા રાણાએ ટેકો જાહેર કર્યો હતો. આ અંગે હાજર તમામ સભ્યો એ દિનેશભાઈ અડવાણી ના નામ ઉપર સર્વાનુમતે ઠરાવ પસાર કરી તેઓને સંસ્થાના નવા પ્રમુખ તરીકે જાહેર કર્યા હતા. સંઘના સ્થાપના દિવસને ધ્યાનમાં રાખી સંસ્થાના સભ્યો દ્વારા કેક કાપીને સંઘના સ્થાપના દિનની ઉજવણી પણ કરી હતી સભાના અંતે રાષ્ટ્રગીત ગાઈ ને આ સામાન્ય સભાને પૂર્ણ જાહેર કરવામાં આવી હતી.


Share

Related posts

ભરૂચ : દહેજ બાયપાસ રોડ ઉપર ટ્રાન્સફોર્મર ભડકે બળ્યું, આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો

ProudOfGujarat

વિરમગામના જખવાડા ગામમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ મહોત્સવની ભવ્ય ઉજવણી કરાશે

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના રાણીપુર ગામની સિમ માંથી વિદેશી દારૂ ઝડપી પાડતી LCB પોલીસ …

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!