Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ઝઘડિયા તાલુકા પંચાયત કચેરી ખાતે ધારાસભ્ય ની ઉપસ્થિતિમા સામાન્ય સભામાં રાશનકાર્ડના કામમાં તથા આધારકાર્ડના કામમાં પૈસા લેવાતા હોવાનો આક્ષેપ.

Share

ઝઘડિયા તાલુકા પંચાયત કચેરી ખાતે ધારાસભ્ય ની ઉપસ્થિતિમા સામાન્ય સભામાં રેશનકાર્ડના કામમાં તથા આધારકાર્ડના કામમાં પૈસા લેવાતા હોવાનો આક્ષેપ…

સાધારણ સભામાં ભાજપના જ આગેવાનો દ્વારા મામલતદાર કચેરીમાં રેશનકાર્ડના કામમાં તથા આધારકાર્ડના કામમાં પૈસા લેવાતા હોવાનો આક્ષેપ કર્યો હતો

Advertisement

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકા પંચાયત કચેરીના સભાખંડમાં સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઝઘડિયાના ધારાસભ્ય રિતેશ વસાવા, તાલુકા વિકાસ અધિકારી મામલતદાર સહિત તાલુકા પંચાયતના સભ્યો હાજર રહ્યા હતા જેમાં તાલુકા પંચાયતના ચૂંટાયેલા સદસ્ય દિલિપ વસાવા દ્વારા ગોચરની જમીનના પ્રશ્નો, ધારાધોરણ વગર ચાલતા માટી ખોદકામ તેમજ રેતી અને સિલિકામાં ગેરકાયદેસર ખોદકામ જેવા પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવી હતી. સામાન્ય સભામાં તાલુકા પંચાયત સદસ્ય દિલીપ વસાવા દ્વારા કેટલાક પ્રશ્નો માટે લેખિત જવાબ માંગવામાં આવ્યા હતા.‌ ભાજપના જે ક આગેવાન હિરલ પટેલ દ્વારા એવો સંસનીખેજ આક્ષેપ ઝઘડિયા ના વહીવટી તંત્ર પર કરવામાં આવ્યો હતો કે ઝઘડિયા મામલતદાર કચેરી ખાતે કર્મચારીઓ દ્વારા રેશનકાર્ડ કેવાયસી તેમજ આધારકાર્ડ માટે લોકો પાસેથી પૈસા લેવા આવતા હોવાના ભાજપ અગ્રણી દ્વારા આક્ષેપ કરવામાં આવતા ધારાસભ્ય દ્વારા ઝઘડિયા મામલતદારને ટકોર કરી જો એવો કોઈ બનાવ બન્યો હોય તો તાત્કાલિક કાર્યવાહી કરવા જણાવ્યું હતું. તાલુકા પંચાયતના સભ્યો દ્વારા જે કામ મંજૂર કરવામાં આવે છે એ મંજૂરી લેટર પણ તાલુકા પંચાયતના સભ્યોને આપવામાં આવતા નથી એવી રજૂઆત કરવામાં આવી હતી. તાલુકા વિકાસ અધિકારી દ્વારા તમામ પ્રશ્નો સાંભળી તેનું નિરાકરણ લાવાની ખાતરી આપી હતી

રિપોર્ટ / સતીશ વસાવા ઝગડીયા


Share

Related posts

અંકલેશ્વર પોલીસ દ્વારા અખાદ્ય ગોળનો જથ્થો જપ્ત કરાયો

ProudOfGujarat

ઉમરપાડા ખાતે શિક્ષિત બેરોજગારીના પ્રશ્નો બેકારી ભથ્થાની માંગ બાબતે ઉમરપાડા કોંગ્રેસ સમિતિએ આવેદનપત્ર આપી વિરોધ કર્યો.

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકાનું બજેટ બહુમતીના જોરે પસાર થયું.વિરોધ પક્ષનો સતત હોહાપોહ.રૂપિયા 10.38 કરોડની પુરાંતવાળુ બજેટ રજૂ કરાયું…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!