*રાજપીપળા ના અધિક કલેકટર ની માર્ગના જાહેરનામું ખોટું હોવાના આક્ષેપ.
ભારે વાહનોના પ્રતિબંધ ના જાહેરનામા માં કોન્ટ્રાક્ટરોની મિલી ભગતનો આક્ષેપ લગાવતા કોંગી આગેવાન : સંદીપ માંગરોલા
અવારનવાર અધિકારીઓની કથિત મિલીભગતથી અંતરિયાળ વિસ્તારના રહેવાસીઓ તથા આદિવાસીઓને અન્યાય થવાની બાબતો અવારનવાર ચર્ચાના ચાકડે ચડતી હોય છે, આવો જ એક કિસ્સા તાજેતરમાં ભરૂચના કોંગી આગેવાન સંદીપ માંગરોલાએ સ્ટેટ હાઇવે નં. 160 વિષયક કથિત રાજપીપળાના અધિક કલેકટર ની મિલીભગતથી માર્ગ મરામત કરતી કંપનીઓને છાવરવામાં આવતી હોય તે પ્રકારના આક્ષેપ સાથે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને એક લેખિત રજૂઆત કરી છે, તેવું અંગત સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.
કોંગ્રેસી આગેવાન સંદીપ માંગરોલા એ લેખિત પત્રમાં ભરૂચ અને નર્મદા જિલ્લા તથા તાલુકા મથકમાં થતા ભ્રષ્ટાચારની પોલ જાહેરમાં ખુલ્લી પાડવામાં કથિત અધિકારીઓ કેવી રીતે મિલીભગતની ગોઠવણ કરતા હોય છે , તે સહિતની વિગતો દર્શાવવામાં આવી છે, મુખ્યમંત્રી સમક્ષ પાઠવેલ આ લેખિત પત્રમાં સંદિપ માંગરોલાએ જણાવ્યું છે કે, મોવી થી ડેડીયાપાડા સ્ટેટ હાઇવે નંબર 160 ને જોડતા રસ્તામાં જર્જરીત હાલત માં અહીંના નાળા હોય, જેની મરામતની કામગીરી અર્થે રાજપીપળા ના અધિક કલેકટર દ્વારા ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા નું જાહેરનામું તાજેતરમાં તા. 4 /7/ 2024 થી 30/9/ 2024 સુધી બહાર પાડવામાં આવ્યું છે, પરંતુ અહીં સ્થાનિક રહેવાસીઓની રજૂઆતના આધારે ઊંડાણપૂર્વકની તપાસ કરતા જાણવામાં આવ્યું છે, કે અહીં કોઈપણ નાળું જર્જરીત હાલતમાં ના હોય અત્રે કથિત માર્ગ મકાન વિભાગના અધિકારીઓ ની મીલીભગતના કારણે કોન્ટ્રાક્ટરો ને છાવરવા માટે આ પ્રકાર નું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યો હોય તેવું અંગત સૂત્રોમાંથી જાણવા મળ્યું છે, ઉપરાંત કોન્ટ્રાક્ટરોને ફાયદો પહોંચાડવા માટે આડકતરી રીતે પણ આ જાહેરનામું પ્રસિદ્ધ કરાયું હોય તેવું પણ લાગી રહ્યું છે, ભારે વાહનો બંધ કરવા પાછળનું મુખ્ય કારણ કથિત જર્જરી તથા બિસ્મમાર માર્ગોને કોન્ટ્રાક્ટરો દ્વારા રી – કાર્પેટની કામગીરી કરવી ન પડે તેવું પણ આયોજન હોય તેવું ફલિત થાય છે, ઉપરાંત આ જાહેરનામા પાછળ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન સરકાર દ્વારા હાથ ધરવા પણ કોંગી આગેવાને મુખ્યમંત્રી સમક્ષ માંગ કરી છે,
વધુમાં રાજ્યના અનેક ધોરીમાર્ગો બિસ્માર હાલતમાં છે , કોન્ટ્રાક્ટરો અને આર. એન. બી. વિભાગની વધતી જતી મિલી ભગતના કારણે કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી ન હોય તેવો પણ આક્ષેપ આ લેખિત પત્રમાં કરવામાં આવ્યો છે , અંકલેશ્વર-વાલિયા થી નેત્રંગ બુમરાહપુર રોડ નેત્રંગ-રાજ પારડી રોડ ઝગડીયા રોડ સહિત અનેક આદિવાસી વિસ્તારોમાં માર્ગ મકાન વિભાગની લાપ્રવાહી અને ભ્રષ્ટાચારની નીતિના કારણે અનેક પ્રકારની સમસ્યાઓ આ વિસ્તારના રહેવાસીઓને સહન કરવી પડતી હોય છે, અહીં ઠેર ઠેર બિસ્માર રસ્તાઓના કારણે તાજેતરમાં અકસ્માતનું પ્રમાણ પણ ખૂબ જ વધી ગયું છે , આવા સંજોગોમાં આ પ્રકરણમાં અધિક કલેક્ટર દ્વારા શા માટે આ પ્રકારનું ભારે વાહનોને પ્રવેશ ન કરવાનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે, તે અનેક પ્રશ્નો સર્જે છે?? તે સહિતની બાબતોમાં તલસ્પર્શી વિગતો મેળવી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન થાય તેવી ભરૂચના કોંગી આગેવાને મુખ્યમંત્રી સમક્ષ લેખિત પત્ર દ્વારા માંગણી કરી છે, આ વિસ્તારના આદિવાસી અને અંતરિયાળ વિસ્તારોમાં રહેતા પ્રજાજનો ને કોઈ પણ પ્રકારની અગવડતા ઊભી ન થાય તથા બિસ્માર રસ્તાઓના કારણે વધતા જતા અકસ્માતો ને અટકાવવામાં આવે તેમ પણ આ લેખિત પત્રમાં જણાવ્યું છે.