Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ઝઘડિયા તાલુકા પંચાયત ના સભ્યએ આગામી સામાન્ય સભામાં ગૌચરની જમીન કવોરી ની ખાણોના ધારાધોરણ વિગેરે બાબતના પ્રશ્નો પર ચર્ચા કરવા માટે લેખિતમાં રજૂઆત કરી

Share

ઝઘડિયા તાલુકા પંચાયત ના સભ્યએ આગામી સામાન્ય સભામાં ગૌચરની જમીન કવોરી ની ખાણોના ધારાધોરણ વિગેરે બાબતના પ્રશ્નો પર ચર્ચા કરવા માટે લેખિતમાં રજૂઆત કરી

તાલુકા પંચાયતના સભ્ય દિલીપ વસાવાએ આગામી સામાન્ય સભામાં ૮ જેટલા પ્રશ્નો પર ચર્ચા કરવા માટે જણાવ્યું

Advertisement

ઝઘડિયા તાલુકા પંચાયતની સાધારણ સભા ની બેઠક આગામી તા.૮.૭.૨૪ ના રોજ તાલુકા પંચાયતના સભાખંડમાં રાખવામાં આવી છે, આ સાધારણ સભામાં ઝઘડિયા તાલુકા પંચાયતના સભ્ય દિલીપ વસાવા એ લેખિતમાં આઠ પ્રશ્નો આપી તેને આગામી સાધારણ સભા બેઠકમાં ચર્ચા કરી પ્રશ્નોત્તરી કરવા અને તેનો‌ લેખિતમાં જવાબ આપવા બાબતે રજૂઆત કરી છે,તેમણે ચર્ચા માટે (૧) ૧૫ માં નાણાપંચના અનુદાનમાંથી તાલુકા પંચાયત માટે ૨૦ ટકા રકમ અને જિલ્લા પંચાયત માટે ૧૦ ટકા રકમ આપવામાં આવે છે તે કયા કારણથી કાપવામાં આવે છે અને ક્યાં વપરાય છે? (૨) ઝઘડિયા તાલુકાના ગામોમાં ગૌચરની જમીન પર કેટલું દબાણ છે ? હાલ ગૌચરની જમીનની શું સ્થિતિ છે ? (૩) ઝઘડિયા તાલુકામાં આવેલ સંખ્યાબંધ બ્લેક ટ્રેપ કવોરીની ખાણો ધારાધોરણ તથા નિયમો વિરુદ્ધ ધમધમે છે જેમાં માઈનિંગમાં વોટર લેવલથી વધુ ખોદકામ કરી ભૂગર્ભ જળ અને પર્યાવરણને નુકસાન કરવામાં આવે છે આવી કેટલી કવોરી આવેલ છે ? (૪) ઝઘડિયા તાલુકામાં નર્મદા નદીમાં અસંખ્ય રેતીની લીઝો આવેલ છે તે રાત દિવસ રેતીનું ગેરકાયદેસર ધારાધોરણો વિરુદ્ધનું ખનન કરી રેતીની લીઝો ખાલી કરે છે જેના કારણે પર્યાવરણને નુકસાન થાય છે (૫) ઝઘડિયા તાલુકામાં લિગ્નાઈટ, સિલિકાનુ જીએમડીસી માઈનિંગ કરે છે જે વોટર લેવલથી વધુ ખોદકામ કરી પર્યાવરણને નુકસાન કરે છે તથા માઈનિંગ કર્યા બાદ જમીન લેવલ કરી પરત આપવાની હોય છે તે આપી છે કે નહીં‌ ? (૬) ઝઘડિયા તાલુકામાં આવેલ સિલિકા પ્લાન્ટોએ ધારાધોરણ મુજબની પૂર્ણ મંજૂરી લીધેલ છે કે નહીં ? (૭) ઝઘડિયા તાલુકામાં આવેલ જીઆઇડીસીમાં ઉદ્યોગોએ સીએસઆર ફંડ તાલુકામાં વિકાસના કામો માટે આપવાના હોય છે, આ સીએસઆર ફંડ કયા વિસ્તારમાં અને કેટલું ફંડ આપેલ છે ? (૮) ઝઘડિયા તાલુકા પંચાયતની વિવિધ ગ્રાન્ટો જેવી કે નાણાપંચ, ગુજરાત પેટર્ન, એટીવીટી, આયોજન મંડળ, તાલુકા પંચાયત સ્વભંડોળ, રેતી રોયલ્ટી, ડીએમએફ ફંડ, બક્ષીપંચ ગ્રાન્ટ, ધારાસભ્યની ગ્રાન્ટ, સંસદ સભ્યની ગ્રાન્ટ, સીએસઆર ફંડ માંથી ઘણી ગ્રામ પંચાયતોને વિકાસના કામો આપવામાં આવતા નથી જેનું કારણ શું ? શુ ત્યાં માણસો નથી રહેતા ? તેની માહિતી આપવા બાબત લેખિતમાં ઝઘડિયા તાલુકા પંચાયતમાં રજૂઆત કરી છે અને આગામી તા.૮.૭.૨૪ ના રોજ યોજાનાર સામાન્ય સભામાં આ પ્રશ્નોને ચર્ચામાં લઈ તેનો લેખિતમાં જવાબ માંગ્યો છે.

રિપોર્ટર / સતીશ વસાવા ઝગડીયા


Share

Related posts

પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ મુદ્દે માંગરોળ તાલુકા પંચાયત પ્રમુખ ચંદનબેન ગામીતની ટ્રાયબલ બચાવો સમિતિએ મુલાકાત લીધી.

ProudOfGujarat

પોરબંદરની ભોરાસર સીમ શાળાના વિધાર્થીઓએ ગુજરાતના સૌથી ઊંચા પર્વત પરના શિખર પર પ્રવાસ કરી ટ્રેકિંગ કર્યું.

ProudOfGujarat

નર્મદા જિલ્લાનાં ભીલવશી ગામથી ખેરનાં લાકડાની ચોરીનો મુદ્દામાલ ઝડપાયો, આરોપીઓ ફરાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!