*ભરૂચમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાના રૂટ પર તકેદારીના ભાગરૂપે પોલીસ ચેકિંગમાં 40 ધંધાર્થીઓ દંડાયા*
ભરૂચમાં આગામી સમયમાં તા. 7 ના રોજ ભગવાન જગન્નાથજી ની રથયાત્રાનું યોજાનાર હોય જેમાં તકેદારીના ભાગરૂપે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા સ્થાનિક પરિસ્થિતિ થી માહિતગાર થવા અને અસામાજિક પ્રવૃત્તિઓ પર રોક લગાવવા માટે ગુન્હાખોરીના તત્વોને ડામવા માટે પણ વિવિધ પોલીસ મથક માં સુચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હોય જેના અનુસંધાને ભરૂચમાં એસઓજી પોલીસ દ્વારા ડ્રાઇવ ચલાવવામાં આવી હોય જે દરમિયાન જાહેરનામાના ભંગ બદલ ભરૂચ તથા અંકલેશ્વરમાં કુલ 40 કેસ નોંધાયા છે.
ભરૂચ શહેર તથા અંકલેશ્વર વિસ્તારમાં આગામી તારીખ 7 ના રોજ અષાઢી બીજ નિમિત્તે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું સમગ્ર શહેરમાં પરિભ્રમણ થનાર હોય ભગવાન જગન્નાથજી ની રથયાત્રા નિમિત્તે કોઈપણ પ્રકારની અસામાજિક ઘટના ન બને તે માટે તકેદારીના ભાગરૂપે ભરૂચ શહેર પોલીસ અધિક્ષક દ્વારા ગુનાખોરીને ડામવા માટે ડ્રાઇવ ચલાવવામાં આવી હોય જે દરમિયાન એસઓજી ની ટીમે ભરૂચ તથા અંકલેશ્વર વિસ્તારમાં અલગ અલગ ટીમ બનાવી રથયાત્રાના રૂટ પર ભાડુઆત આંગડિયા જ્વેલર્સ સિક્યુરિટી પથિક સોફ્ટવેર હોટલ અને ગેસ્ટ હાઉસ સહિતની જગ્યા ઉપર ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવતા જે પેઢીઓ દ્વારા સી.સી.ટી.વી. લગાડવામાં આવ્યા ના હોય તેમ જ મકાન દુકાન ભાડે આપી દુકાન માલિક વહીવટ કરતા વગેરે અંગે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોંધણી કરાવવામાં આવેલ ન હોય, તેમજ રથયાત્રાના રૂટ પર રેસ્ટોરન્ટ અને ધાબા નું પણ ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવેલ હતી જેમાં સીસીટીવી લગાડ્યા ના હોય તેમ જ સ્થાનિક પોલીસને વિગતો આપેલ ન હોય તેવા એ ડિવિઝન વિસ્તાર ભરૂચ તથા અંકલેશ્વર બી ડિવિઝન વિસ્તારથી ભરૂચ તથા અંકલેશ્વર સમગ્ર જગ્યા ઉપર મળી કુલ એસઓજી ની ટીમે 40 કેસ કર્યા છે, તેમ પોલીસના પ્રાથમિક અહેવાલમાં જણાવ્યું છે , આ અંગે એસોજી ની ટીમ દ્વારા આગામી દિવસોમાં વધુ સતર્કતા પૂર્વક કામગીરી કરવામાં આવશે તેમ પણ ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષકે જણાવ્યું છે.