ભરૂચ સુપર માર્કેટ ખાતે જર્જરીત ગેલેરી નો ભાગ ધરાસાઈ થતા દોડધામ, સદનસીબે કોઇ જાનહાની નહીં
-વરસાદી માહોલ વચ્ચે જર્જરીત ઇમારતો લોકો માટે જોખમી બની
-ભરૂચ PWD અને નગર પાલિકા નું તંત્ર કોઇક ના જીવ જશે ત્યારે જ જાગૃતી બતાડશે..?
ભરૂચ શહેરમાં વરસાદી ઋતુ ની માંડ શરૂઆત થઈ છૅ તેવામાં તો જર્જરીત અને જોખમી ઈમારતો ના ભાગ ધરાસાઈ થવાની બાબતો સામે આવતી દેખાઈ રહી છૅ,શહેર માં એક બાદ એક જોખમી જર્જરીત ઇમારતો ના કેટલાક ભાગ ઢસી રહ્યા હોવાની બાબતો સામે આવી છૅ
ગઈ કાલે ભરૂચ ના કસક વિસ્તાર માં અપ્સરા એપાર્ટમેન્ટ ખાતે ગેલેરી નો ભાગ ધરાસાઈ થયા બાદ આજ રોજ ભરૂચ ના સ્ટેશન રોડ પર આવેલ સુપર માર્કેટ ખાટેની કેટલીક ગેલેરીઓ અચાનક ઢસી પડતા આસપાસ ઉપસ્થિત લોકો માં નાશભાગ મચી જવા પામી હતી,
સતત વેપાર ધંધા થી ધમધમતું સુપર માર્કેટ વિસ્તાર માં અનેક ઇમારતો ખંડેર અવસ્થામાં જોખમી બની છૅ, જે વરસાદી માહોલ માં લોકો માટે મુસીબત સમાન બની છૅ, તેવામાં ચોમાસા પહેલા જોખમી ઇમારતો ને માત્રનોટિશો પાઠવા સંતોષ માળતું તંત્ર આખરે આ પ્રકારની દુર્ઘટનાઓ બાદ શું જાગૃત અવસ્થામાં આવશે ખરું..? તેવી બાબતો લોકો માં ચર્ચાનું કેન્દ્ર બની છૅ,