Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

બુટલેગરો ના કારનામા શરૂ થયા -ભરૂચના ચાવજ ગામ ખાતે નશાનો વેપલો કરતો બુટલેગર ઝડપાયો, લાખોનો મુદ્દામાલ કબ્જે કરાયો, અન્ય બે વોન્ટેડ

Share

બુટલેગરો ના કારનામા શરૂ થયા -ભરૂચના ચાવજ ગામ ખાતે નશાનો વેપલો કરતો બુટલેગર ઝડપાયો, લાખોનો મુદ્દામાલ કબ્જે કરાયો, અન્ય બે વોન્ટેડ

-બેફામ બનેલા બુટલેગરો સુધી ભરૂચ માં નશાનો સામાન પહોંચતો શરૂ થયો

Advertisement

-નશાના કારોબારી સમાન નાની માછલીઓ ને પકડતી પોલીસ મોટી માછલીઓ સુધી પહોંચે છૅ ખરી..?

-જિલ્લા માં અનેક ચેક પોસ્ટ છતાં બિન્દાસ ભરૂચમાં મળે છૅ દારૂ…!

-અનેક બુટલેગરો સુધી નશાનો સામાન કેટલાક વહીવટ કર્તાઓની મહેરબાની થી પહોંચ્યો હોવાની ચર્ચા

ભરૂચ જિલ્લા માં જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા ની ઢીલાશ ભરી કામગીરી અને આદેશો ના કારણે બીટ જમાદારો થી લઈ પોલીસ મથકો સુધી માત્ર દેખાડા પૂરતી કામગીરી નશાનો વેપલો કરતા તત્વો સામે કરવામાં આવી રહી છૅ,

બિન્દાસ અને બેફામ રીતે ભરૂચ માં માંગો તે બ્રાન્ડ ના દારૂ કેટલાક સ્થળે તો કેટલાક હોમ ડિલિવરી ની સુવિધાઓ પૂરી પાડી આપી જતા હોવાનું કહેવાય છૅ, ત્યારે દારૂ બંધી વારા ગુજરાતમાં અને ખાસ કરી જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના દેખરેખ વારા ભરૂચ જિલ્લા માં શું દારૂ બંધી ફક્ત કાગળ પર બતાડવા અથવા કહેવા પૂરતી છૅ..?

ભરૂચ જિલ્લા ના અનેક સ્થળોએ ખુલ્લેઆમ નશાના વેપલા નું વેચાણ થઈ રહ્યું છૅ,કેટલાક સ્થળે પોલીસ દરોડા પાડી કામગીરી કરે છૅ તો કેટલાક સ્થળે ગાંધી છાપ નોટો ના હપ્તા લઈ બુટલેગરો ને પ્રોત્સાહન પૂરું પાડતા હોવાની ચર્ચાઓ પણ સતત સામે આવતી હોય છૅ,

શહેરી વિસ્તાર માં જ્યાં બિન્દાસ પણે દેશી, વિદેશી દારૂ ના બુટલેગરો બિન્દાસ છૅ તે જ પ્રમાણે જિલ્લા ની જીઆઈડીસીઑ માં પણ અનેક નાના મોટા બુટલેગરો સક્રિય હોવાનું કહેવાય છૅ,જેને લઈ જિલ્લા માં દારૂ બંધી માત્ર નામ પૂરતી હોવાનું જાગૃત નાગરિકો પણ ચર્ચા માં લેતા હોય છૅ,

ભરૂચ તાલુકાના ચાવજ ગામ પાસે આવેલ રાધે રેસીડેન્સી ની પાછળ ના ભાગે એક ખાલી મકાન માં સિ ડિવિઝન પોલીસે બાતમીના આધારે દરોડા પાડ્યા હતા,પોલીસ વિભાગ ના દરોડા દરમ્યાન નશાનો વેપલો વિકસાવવા નીકળેલો વિશાલ ગિરીશભાઈ પટેલ રહે, ચાવજ નાનો પોલીસ ના હાથે ઝડપાયો હતો,

પોલીસે મામલે તેની ધરપકડ કરી મામલે તપાસ કરતા અન્ય બે બુટલેગરો રાહુલ સોમાભાઈ વસાવા રહે, આચારર્જિંની ચાલ ભરૂચ તેમજ નરેશ કિશન ભાઈ કહાર રહે, લોઢવાડ નો ટેકરો, ભરૂચ નાને વોન્ટેડ જાહેર કર્યા હતા,

ભરૂચ સી ડિવિઝન પોલીસ મથક દ્વારા પાડવામાં આવેલ આ દરોડા માં ભારતીય બનાવટ ના વિદેશી દારૂના કુલ 68 બોક્ષ મળી જેમાં નાની-મોટી બોટલો નંગ 1438 સહિત કુલ 3 લાખ 52 હજાર 420 નો મુદ્દામાલ કબ્જે કરી મામલે કાયદેસર ની કાર્યવાહી હાથધરી છૅ,


Share

Related posts

નડિયાદના ચકલાસીમાં ટેમ્પો અને ડમ્પર વચ્ચે અકસ્માત થતાં એક વ્યક્તિનું મોત નીપજ્યું.

ProudOfGujarat

સુરતના પાંડેસરા મારૂતિ ઇન્ડસ્ટ્રીઝ નજીક પાર્ક કરેલી ગાડીની સીટ પર મૂકેલા રોકડા રૂપિયા દસ્તાવેજ ભરેલી બેગ ગઠિયાઓ ઉઠાવી ગયા હોવાની ફરિયાદ પોલીસ ચોપડે દાખલ થઈ છે.

ProudOfGujarat

નડિયાદની શ્રીમતી ટી. જે. પટેલ કોમર્સ કોલેજમાં કલ્ચર ફેસ્ટીવલ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!