Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ભરૂચમાં ભાજપ દ્વારા રાહુલ ગાંધીની સનાતન હિન્દુ ધર્મ વિરોધી ટિપ્પણી કરતા વિરોધ પ્રદર્શન

Share

સંસદ સત્રમાં વિપક્ષી નેતા રાહુલ ગાંધી દ્વારા હિન્દુઓની લાગણી દુભાય તેવો શબ્દ પ્રયોગ કરવામાં આવતા આજે ભરૂચમાં ભારતીય જનતા પાર્ટી તથા ભાજપા યુવા મોરચા દ્વારા વિરોધ પ્રદર્શિત કરતા કાર્યક્રમો યોજાયા હતા.

ભરૂચમાં ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા તથા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા આજે સાંજે સંસદ સત્રમાં વિરોધ પક્ષના નેતા હિન્દુઓ વિરુદ્ધ ટિપ્પણી કરવામાં આવતા તથા રાહુલ ગાંધીએ હિંદુઓને હિંસક જણાવ્યા અને પોતાની મંદ બુદ્ધિનું પ્રદર્શન કર્યું હતું, આ તમામ બાબતો થી હિન્દુ ધર્મની લાગણી દુભાય છે, આથી આજે ઠેર ઠેર વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો આ વિરોધ પ્રદર્શનમાં ભાજપા ભરૂચના કાર્યકર્તાઓ પણ જોડાયા હતા અને જણાવ્યું હતું કે જ્યાં સુધી રાહુલ ગાંધી માફી નહીં માંગે ત્યાં સુધી તમામ જગ્યાઓ પર આ વિરોધ પ્રદર્શન કાર્યક્રમો યોજવામાં આવશે.

Advertisement

Share

Related posts

ઝધડીયા : સિમધરા ગામ નજીક ટ્રક અને મોટરસાયકલ વચ્ચેના અકસ્માતમાં બાઇક સળગી.

ProudOfGujarat

વડોદરા : નેશનલ ગેમ્સને લઈને તંત્રની તડામાર તૈયારીઓ, સમાં સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે તૈયારીઓને આખરી ઓપ અપાયો.

ProudOfGujarat

પંચમહાલ : ઘોંઘબામાં કવિ જંયત પાઠક સર્કલ બનાવવા માટે AAP ની માંગ, તંત્રને રજૂઆત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!