અંક્લેશ્વર મહારાષ્ટ્ર ને જોડતો સ્ટેટ હાઇવે બદથી બદતર હાલતમાં
ભારે વાહનો ભરી ને જતી ટ્રકોના કારણે સ્ટેટ હાઇવે તૂટી ગયો.
અંક્લેશ્વર વાલીયા નેત્રંગ તાલુકા ને પસાર થતો ધોરીમાર્ગ ગ્રામ્ય વિસ્તારોને જોડતા તમામ સ્ટેટ હાઇવે, પ્રધાનમંત્રી સડક યોજનાના રોડ ઉપરાંત ગામડાઓને જોડતા રોડ સમયસર સમારકામના અભાવે સદંતર ખરાબ હાલતમાં થઈ ગયા છે.અંકલેશ્વર વાલીયા થી નેત્રંગ મહારાષ્ટ્ર નો માર્ગ અને મકાન વિભાગનો સ્ટેટ હાઇવે છે, જે રસ્તો વાલીયા થી નેત્રંગ તાંલુકાના જોડતો રોડ છે, આ રોડનો ઉપયોગ સ્થાનિક ૧૫ થી ૨૦ પંચાયતોના આશરે ૪૦ થી ૬૦ ગામડાઓના લોકો અને વાલીયા થી નેત્રંગ અને વાલીયા સુરત જતા મુસાફરો ઉપયોગ કરે છે, આ સ્ટેટ હાઇવે અગાઉ બનાવવામાં આવ્યો હતો, તે પૈકી વાલીયા થી નેત્રંગ નો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં થઈ ગયો છે, આ માર્ગ પરથી દૈનિક ટ્રકો પસાર થાય છે, છેલ્લા પાંચ વર્ષથી આ માર્ગ નુ સમારકામ કરવામાં આવ્યું નથી, ચાલુ વર્ષે પણ વરસાદ સતત પડતા આ પાચ કીમીનો સ્ટેટ હાઇવે સંપૂર્ણ તૂટી ગયેલ છે, વાલીયા તાલુકાના કોંઢ વતારિયા વચ્ચે ઠેરઠેર ખાડાઓ પડી જતા તેમાં વરસાદી પાણી ભરાવાના લીધે હજારો લોકો આ સ્ટેટ હાઈવે તૂટવાના કારણે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. સામાન્ય લોકોને પારાવાળ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ સ્ટેટ હાઇવેને જેથી તેને તાત્કાલિક ધોરણે નવો રોડ બનાવવો જરૂરી બન્યો છે. હાલમાં મોટા ખાડાઓ પડી જવાના કારણે અવર-જવર કરવું મુશ્કેલ પડ્યું છે ત્યારે ચોમાસા દરમિયાન માર્ગ અને મકાન વિભાગ વાલીયા થી કોંઢ ગામ વચ્ચે હંગામી ધોરણે મેટલ પૂરીને માર્ગ અવરજવર કરવા જેવો થાય તે કરવાની જરૂરિયાત ઊભી થઈ છે.