ભરૂચ માં મેઘ મહેર યથાવત, નીચાળ વારા વિસ્તારોમાં પાણી ભરાયા તો કેટલાય સ્થળે વૃક્ષ ધરાસાઈ ની ઘટના બની,વાવણી લાયક વરસાદ થી ધરતી પુત્રોમાં ખુશી
ભરૂચ શહેર અને જિલ્લા ના ગ્રામ્ય વિસ્તારોમાં સતત બે દિવસ થી વરસાદી માહોલ જામ્યો છૅ,કાળા ડીબાંગ વાદળો ની ફોઝ વચ્ચે મેઘ સવારી આવી પહોંચતા શહેરી જનોમાં ખુશી નો માહોલ જોવા મળ્યો હતો,
સતત બે દિવસ થી વરસાદી માહોલ ના પગલે ભરૂચ શહેર ના ફાટા તળાવ, ફુરજા ચાર રસ્તા, ગાંધી બજાર ચોક સહિત ના નીચાળ વારા વિસ્તારમાં વરસાદી પાણી ભરાય જતા લોકો ને હાલાકી વેઠવા નો વારો આવ્યો હતો, તો વરસાદી માહોલ વચ્ચે કેટલાય સ્થળે વૃક્ષ ધરાસાય થવાની ઘટનાઓ પણ બનવા પામી હતી,
ભરૂચ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ છેલ્લા 24 કલાકમાં નોંધાયો હતો,વરસેલ વરસાદના તાલુકાવાર આંકડાની વાત કરવામાં આવે તો જંબુસર માં 1 ઇંચ,આમોદ 17 મી.મી. વાગરા 2.5 ઇંચ,ભરૂચ 4 ઇંચ,ઝઘડિયા 1.5 ઇંચ,અંકલેશ્વર 2.5 ઇંચ,હાંસોટ 3 ઇંચ,વાલિયા 2 ઇંચ અને નેત્રંગ માં 1 ઇંચ વરસાદ નોંધાયો છૅ,
બીજી તરફ ચોમાસુ પાક લેતા ધરતી પુત્રોમાં વાવણી લાયક વરસાદ વરસવા ના કારણે ખુશી નો માહોલ છવાયેલો જોવા મળ્યો હતો, જ્યાં સતત બે દિવસ થી ધીમી ધારે વરસતા વરસાદી માહોલ ખેતરો માં હરિયાળી ભર્યું માહોલ ઉત્પન્ન કર્યું હતું, જેને લઈ આ સિઝન માં પાક સફળ જશે તેવી આશ સાથે ધરતી પુત્રો એ પણ વરસાદી માહોલ ને માણ્યો હતો