પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા ઘરફોડ ચોરી અટકાવવા તથા મિલકત સંબંધી ગુનાઓ નિયંત્રણમાં લાવવા માટે જિલ્લા પોલીસને નાઈટ પેટ્રોલીંગ સહિતની સુચના આપેલ હોય જે અંતર્ગત એલસીબીની ટીમે બાતમીના આધારે નેશનલ હાઇવે નંબર 48 પરથી ઝડપી લઇ અંડિટેકટ ચોરીનો ભેદ ઉકેલ્યો છે.
આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચ તથા જિલ્લામાં તાજેતરમાં ઘરફોડ ચોરી તથા ચોરીના બનાવો વધુ પડતા બનવા પામ્યા હોય જેને અટકાવવા માટે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન મુજબ એલસીબીની ટીમ નાઈટ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ઘરફોડ ચોરીના ગુનાઓમાં ગુના વાળી જગ્યાની વિઝીટ કરવામાં આવતા આસપાસના ભૌગોલિક પરિસ્થિતિનો જીણવટ પૂર્વક અભ્યાસ કરવામાં આવેલ, તેમજ તે રૂટ ઉપરના તમામ સીસીટીવી ફૂટેજ મેળવી તેનું એનાલિસિસ કરી ટેકનિકલ સર્વેન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સી દ્વારા ગુન્હાનો ભેદ ઉકેલવા પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા હોય જે દરમિયાન ગતરાત્રિના એલસીબી ની ટીમના પો. સ. ઇ. એમ.એમ રાઠોડ સહિતનાઓ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બાતમી અને હકીકત મળેલ કે અંકલેશ્વર જીઆઇડીસી માં આશરે સાત એક દિવસ અગાઉ થયેલ બાઇક ચોરી તથા ઘરફોડ ચોરીમાં પકડાયેલ આરોપી નેશનલ હાઇવે નંબર 48 પાસે આવેલ શાન હોટલે ચોરાઉ બાઈક સાથે જોવા મળ્યો હોય, જે બાતમી તથા હકીકતના આધારે એલસીબીની ટીમે નેશનલ હાઇવે નંબર 48 પર ઝીણવટ પૂર્વક ની તપાસ કરતા આરોપી ઉમેશ દયાળભાઈ બગડીયા રોડ પરથી પસાર થતાં આયોજન પૂર્વક એલસીબીની ટીમે તેને કોર્ડન કરી બાઈકના બિલ પુરાવા સહિતની વિગતો માંગતા ગલ્લા તલ્લા કરવા લાગેલ અને બાઈકના બિલ સહિતના પુરાવાઓ રજૂ કરી શક્યા ના હોય આથી પકડાયેલા આરોપી પર પ્રબળ શંકા જતા યુક્તિ પ્રયુક્તિ પૂર્વક ઊંડાણપૂર્વકની સઘન પૂછપરછ કરતા જણાવેલ કે ગત તા. 20- 6- 2024 ના રોજ ચોરીના ગુના માંથી અંકલેશ્વર જેલમાંથી બહાર આવેલ હોય, તે દરમિયાન કોસમડી ગામે ગયેલ હોય અને ત્યાં બાઈક ચોરી કરેલ અને સાંજના સમયે સોસાયટીમાંથી એક બંધ મકાનનું રસોડાની સ્લાઇડ વાળી બારી ખોલી પ્રવેશ કરી ચોરીને અંજામ આપ્યો હોય, ત્યારબાદ બાજુમાં એક નવી બિલ્ડીંગ નું કામ ચાલતું હોય તે સાઇટમાંથી એસએસના નાના-મોટા 13 નંગ નળની ચોરી કરેલ હોય આથી પોલીસે આરોપી (1)ઉમેશ દયાળભાઈ બગડીયા રહે. નવા કાશીયા ટેકરી ફળિયુ તાલુકો અંકલેશ્વર જીલ્લો ભરૂચ (2) સરવણ લાડુ જી ગજર રહે. ભંગારની દુકાનમાં ઉસરા રોડ તાલુકો ભરૂચ જિલ્લો ભરૂચ મૂળ રહે ભીલવાડા રાજસ્થાન ને ઝડપી લઇ ચોરાવ મોટરસાયકલ નંબર GJ-05-HU-7230, કિંમત રૂપિયા 30000 એસ એસ નાના મોટા નળ નંગ 13 કિંમત રૂપિયા 30,000 મળી કુલ રૂપિયા 60, 000 ના મુદ્દા માલ સાથે બંને આરોપીઓને ઝડપી લઇ પોલીસે ત્રણ અનડિટેક્ટ ચોરીનો ભેદ ઉકેલ્યો છે, બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.