Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ઇસરોના વૈજ્ઞાનિક દ્વારા ભરૂચના આંતરરાષ્ટ્રીય કેલિગ્રાફી કલાકાર શ્રી ગોરી યુસુફ હુસેનનું કાલિકટ , કેરલા ખાતે સન્માન કરાયું :*

Share

*ઇસરોના વૈજ્ઞાનિક દ્વારા ભરૂચના આંતરરાષ્ટ્રીય કેલિગ્રાફી કલાકાર શ્રી ગોરી યુસુફ હુસેનનું કાલિકટ , કેરલા ખાતે સન્માન કરાયું :*

ભરુચ માટે ખાસ ગૌરવ લેવા જેવી વાત છે કે આંતરરાષ્ટ્રીય કેલિગ્રાફી કલાકાર શ્રી ગોરી યુસુફ હુસેનનું ઇસરોના વૈજ્ઞાનિક દ્વારા તારીખ 27-જૂન-2024ના રોજ સન્માન કરાયું. આ વાત ભરુચ માટે એટલા માટે ગર્વની છે કે શ્રી ગોરી એક કલાકાર જીવ છે અને તેઓનું આર્ટ જગત માટેનું યોગદાન પણ એટલું જ અદ્ભુત રહ્યું છે.

Advertisement

આ વાત બેહદ ખુશી સાથે એટલા માટે કહેવી રહી કે હમણાં હાલમાં જ કેરલાના કાલિકટ ખાતે આવેલ મર્કઝ નોલેજ સિટીમાં આર્ટ એન્ડ કલ્ચરની એક કોન્ફરન્સ યોજાઇ હતી જેમાં ભરૂચના આંતરરાષ્ટ્રીય કલાકાર શ્રી ગોરી યુસુફ હુસેનને તેમની કેલિગ્રાફી આર્ટ માટે નિમંત્રિત કરવામાં આવ્યા હતા. જ્યાં તેઓની આંતરરાષ્ટ્રીય કેલિગ્રાફી કલાની ખૂબ જ સરાહના કરવામાં આવી હતી. અને આ સંદર્ભમાં મર્કઝ નોલેજ સિટીએ તેમનું સન્માન કરવાનું વિચાર્યું હતું અને તેઓનું એ સન્માન ભારતની સ્પેશ અને રિસર્ચ ઓર્ગેનાજેશન ‘ઇસરો’ના સેવા નિવૃત વૈજ્ઞાનિક શ્રી ડો. અબ્દુલ સલામ દ્વારા કરવામાં આવ્યું હતું કે જેઓ હાલ મર્કઝ નોલેજ સિટીના સીઇઓના હોદ્દા પર બિરાજમાન છે.

*વૈજ્ઞાનિક શ્રી ડો. અબ્દુલ સલામ* દ્વારા શ્રી ગોરી યુસુફ હુસેનના સન્માનમાં કહેવામા આવ્યું કે “ નિસ્વાર્થભાવે કલા અને કલાકારોને જીવંત રાખી એક મંચ પર ભેગા કરવા એ કઈ સહેલું કામ નથી. પણ આ કાર્ય તેઓએ બખૂબી નિભાવ્યું જ નહીં પણ તેઓએ એ નવી પેઢીના કલાકારોને પ્રોત્સાહિત કરી તેઓની કલાને આંતરરાષ્ટ્રીય સ્તર સુધી લઈ જવા માટે પ્રયત્ન કર્યા છે જે ખરેખર એક ઉમદા કાર્ય છે. તેઓ આ નોલેજ સિટીમાં આવી અહી ઉપસ્થિત વિધાર્થીઓનું જ નહીં પણ અમારું પણ કલા ક્ષેત્રમાં જ્ઞાન વધાર્યું છે જે મર્કઝ નોલેજ સિટીનો મકસદ છે કે નવી પેઢી સાચું જ્ઞાન મેળવે અને પ્રગતિ કરે ”.

આપને જાણ કે શ્રી ગોરી યુસુફ હુશેનજીને આવી તો અનેક ઉપલબ્ધીઓથી નવાઝવામાં આવ્યા છે તથા તેઓએ અનેકો રાષ્ટ્રીય અને આતરરાષ્ટ્રીય (ઓનલાઈન / ઓફલાઇન ) કલા પ્રદર્શિનીઓનું સફળતા પૂર્વક આયોજન કરી ચૂક્યા છે અને અનેકો કલાકારોની કલાને નવજીવન અપાવ્યું છે. છતાં પણ તેઓ નિરાભિમાની અને જમીનથી જોડાયેલા અને સૌને સાથે લઈ ચાલનારા ઉમદા સખ્સ છે.

આ પ્રસંગે શ્રી અલ ઉસ્તાદ શેખ અબુબકર એહમદ , ગ્રાન્ડ મુફ્તી ઓફ ઈન્ડિયા , સેક્રેટરી મર્કઝ નોલેજ સિટી , ડો. શ્રી અબ્દુલ સલામ ‘ઇસરો’ના સેવા નિવૃત વૈજ્ઞાનિક અને સીઆઇઓ મર્કઝ નોલેજ સિટી, ડો. મહુમ્મદ અબ્દુલ હકિમ અઝારી અલકાંડી, મેનેજિગ ડાયરેક્ટર મર્કઝ નોલેજ સિટી તથા ઉબેદ ઇબ્રાહિમ નુરાની , ડાયરેક્ટર , મર્કઝ નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઉપસ્થિત રહ્યા હતા.


Share

Related posts

ભરૂચ દીનદયાળ ભોજનાલય ખાતે ગેલઇન્ડિયા કંપની દ્વારા 4.79 લાખ નો ચેક આપવા માં આવ્યું.

ProudOfGujarat

જીતનગરના યુવાનનું કરજણ નદીમા ન્હાવા પડતાઉંડા પાણીમાં ડુબી જવાથી મોત..

ProudOfGujarat

માંગરોળ યુથ કોંગ્રેસે પેટ્રોલ, ડીઝલ, ગેસ સહિતના ભાવ વધારાના વિરોધમાં મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!