ભરૂચ ના વાગરા તાલુકાના પુરા ગામની સીમમાં સોલાર પ્લેટો ની કામગીરી ચાલતી હોય જે કામગીરી દરમિયાન અજાણ્યા શખ્સો દ્વારા 1000 મીટર કેબલ વાયરની ચોરી થયેલ હોય ભરૂચ જિલ્લા પોલીસ વડા ના માર્ગદર્શન મુજબ લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે ગણતરીની કલાકોમાં ત્રણ આરોપીઓ સહિત કેબલ વાયર નો તમામ મુદ્દા માલ ઝડપી પાડ્યો છે.
આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચ પોલીસ અધિક્ષક દ્વારા મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા માટે એલસીબી ની ટીમને સૂચના આપવામાં આવેલ હોય જે સૂચનાના આધારે ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચ સબ ઇન્સ્પેક્ટર સહિતનાઓ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બાપને મળેલ છે વાગરા તાલુકાના ઓરા ગામની સીમમાં એક ખેતરમાં સોલર પ્લેટો ફીટીંગ નું કામ ચાલતું હોય ત્યાંથી ચોરાયેલ કોપરના રબર કોટિંગ કેબલ વાયરના બંડલો સાથે ચાર શખ્સો ભરૂચ શહેર જંબુસર બાયપાસ ચોકડી ખાતે વેચાણ અર્થે ફરતા હોય જે ચોક્કસ બાતમીના આધારે એલસીબી ની ટીમ દ્વારા તાત્કાલિક બાતમી વાળી જગ્યા પર પહોંચી જઈએ તલાસી લેતા કેબલ વાયર ના બંડલો સાથે શંકાસ્પદ શખ્સો મળી આવ્યા હોય જેને પોલીસે આખરી ઢબે પૂછતાછ કરતા આરોપીઓ ભાંગી પડેલ એલસીબી ની ટીમ સમક્ષ કેફિયત આપેલ કે વાગરા તાલુકામાં વોરા ગામની સીમમાં એક ખેતરમાં પીઆઇ ગ્રીન એનર્જી લિમિટેડ કંપની નું સોલાર પ્લેટો નું ફીટીંગ નું કામકાજ ચાલતું હોય ત્યાં પોતે કોન્ટ્રાક્ટ બેઝ્ડ લેબરિંગનું કામકાજ સંભાળતા હોય તે દરમિયાન તે દરમિયાન કંપનીના સોલાર પ્લાન્ટમાં નાખવાના કેબલ વાયર ના બંડલો નો જથ્થો પડેલ હોય તે તમામ આરોપીઓએ સાથે મળી કેબલ વાયરના બંડલો નંગ બેની ચોરી કરી એક તરફ સંતાડી દીધેલ હોય મજૂરી પૂરી થયા બાદ કોઈ વાહન મારફતે ભરૂચ આવી કેબલ વાયર વેચાણ અર્થે આટા ફેરા કરતા હોય તેવી પોલીસ સમક્ષ કબુલાત આપેલ હોય પોલીસે 1) હરિ ઓમ રવિન્દ્ર રાઠોડ રહે ઓરાગામ, 2) સોયબ ખાન પપ્પુ ખાન ચૌહાણ રહે ઓરાગામ , 3) મદામ ખાન નવસે ખાન હાલ પુરા ગામ ત્રણેય આરોપીઓ મૂળ ઉત્તર પ્રદેશના હોય તેઓને પોલીસે ઝડપી લઇ કુલ મુદ્દા માલ POLYCAB કેબલ વાયર બંડલ નંગ 2 કિંમત રૂપિયા ૫૪ 000, તથા મોબાઇલ ફોન નંગ -2 કિંમત રૂપિયા 3300 મળી કુલ મુદ્દા માલ 57, 300 કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.