હિટ એન્ડ રન -ભરૂચ ના શ્રવણ ચોકડી વિસ્તાર માં કાર ચાલકે મોપેડ ને રીપેરીંગ અર્થે લઈ જતા યુવાનો ને લીધા અડફેટે, ઘટના માં એક નું મોત
ભરૂચ ની શ્રવણ ચોકડી વિસ્તાર માં ગત રાત્રીના સમયે એક કાર ચાલકે બે જેટલાં યુવાનોને અડફેટે લઈ ગંભીર ઈજાઓ પહોંચાડી સ્થળ ઉપર થી ફરાર થઈ ગયો હતો, જે ઘટનામાં એક યુવક નું મોત નિયજ્યું હોવાનું સામે આવ્યું છૅ,
ગત રાત્રીના સમયે ખાનગી કંપની માંથી કામ કરી પરત ભરૂચ શ્રવણ ચોકડી પર આવેલ જુના ભરૂચ ના હાથી ખાના વિસ્તાર માં રહેતા પ્રતીક સીંહ સોલંકી પોતાની મોપડ માં ખામી સર્જાતા તેના મિત્રો ને બોલાવ્યા હતા જે બાદ મોપેડ ને રીપરિંગ કરવા માટે તેઓ લઈ ને જઈ રહ્યા હતા તે જ દરમ્યાન અચાનક આવેલ એક કાર માં ચાલકે તેઓને અડફેટે લીધા હતા,
કાર ચાલકે યુવાનોને અડફેટે લીધા બાદ સર્જાયેલ ઘટનામાં તેઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી જે બાદ બે પૈકી એક યુવાનનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું હતું,ઘટના બાદ કાર ચાલક સ્થળ ઉપર થી ફરાર થયો હોવાનું કહેવાય રહ્યું છૅ,
અકસ્માત ની ઘટનામાં મૃતક ને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં લાવતા તેઓના પરિવાર જનો સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા અને પોલીસ ની કામગીરી સામે સવાલો ઉભા કર્યા હતા, સાથે જ ઘટનાને કથિત કોઈ યસ નામના કાર ચાલક ઈસમે અંજામ આપ્યો હોવાના આક્ષેપ કર્યા હતા તેમજ તે નશાની હાલત માં હોવાનું પણ કહ્યુ હતું, સાથે તે કોઈક બુટલેગર નો પુત્ર હોવાનું પણ કહેવાય રહ્યું છૅ,
હાલ માં ભરૂચ એ ડિવિઝન પોલીસે મામલે મૃતક ની લાશ ને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી પરિવાર જનો અને મિત્રો ની ફરિયાદ ના આધારે સમગ્ર મામલા અંગેની તપાસ શરૂ કરી છૅ,