Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

અંકલેશ્વર થી વાલીયા સુધી ટ્રાફિક ના નિરાકરણ માટે સિક્સલેન એક્સપ્રેસ હાઇવે બનાવવા કોંગી આગેવાન સંદીપ માંગરોલા ની માંગ

Share

નેશનલ એક્સપ્રેસ હાઇવે નંબર 4 પર વધુ પડતી ટ્રાફિકની ભીડ સર્જાતી હોય આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી સંદીપભાઈ માંગરોલાએ *રોડ અને ટ્રાન્સપોર્ટ* *વિભાગના મંત્રી નીતિનભાઈ ગડકરી* સાથે પરામર્શ કરી આ સમસ્યાનું નિવારણ લાવવા માટે સૂચનો આપ્યા છે.

નેશનલ એક્સપ્રેસ હાઇવે નંબર 4 પર અંકલેશ્વર થી વાલીયા સુધી સુધીના રોડ પર અવારનવાર ભારે ભીડના દ્રશ્યો સર્જાતા હોય છે, અંકલેશ્વર ખાતે એશિયાનું સૌથી મોટું ઔદ્યોગિક હબ છે. તેમજ નજીકના ઔદ્યોગિક વિસ્તારો પનોલી, ઝગડીયા તમામ તમામ જગ્યા ઉપર ઔદ્યોગિક એકમોની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થતો જાય છે, અંકલેશ્વર થી નજીકના ઔદ્યોગિક વિસ્તારોમાં પણ ટ્રાફિકની સમસ્યાઓ વધુ પડતી જોવા મળે છે , આ સમસ્યાનું નિવારણ લાવવા માટે સંદીપભાઈ માંગરોલાએ જણાવ્યું છે કે કોન્ટ્રાક્ટરો દ્વારા બનાવવામાં આવતા જાહેર માર્ગો ની ગુણવત્તા અત્યંત નબળી કક્ષાની જોવા મળી છે, અંકલેશ્વરને NE 4 ઉપર એક્ઝિટ ની આવશ્યકતા છે, ઉપરાંત અંકલેશ્વર થી સ્ટેચ્યુ ઓફ યુનિટી ની કનેક્ટિવિટી અને લોજિકલ મહત્વનું છે, જેના વિશે વિચારણા કરવી યોગ્ય છે, તથા આગામી સમયમાં અંકલેશ્વર થી વાલીયા સુધી સિક્સલેન એક્સપ્રેસ હાઈવે બનાવવામાં આવે તો આ માર્ગ પરથી વધુ પડતું ટ્રાફિક દૂર કરી શકાય છે.

Advertisement

સંદીપભાઈ માંગરોલા એ આ રજૂઆતમાં વધુમાં જણાવ્યું છે કે કોન્ટ્રાક્ટરો દ્વારા માર્ગો નું બાંધકામ અને નવીનીકરણ હાથ ધરવામાં આવે છે , તેની ગુણવત્તાની ખાસ કમિટી બનાવી તપાસ હાથ ધરવામાં આવે અને ઉપયોગમાં લેવામાં આવતા મટિરિયલની પણ ચકાસણી કરવામાં આવે તેમજ અંકલેશ્વર ખાતે નેશનલ એક્સપ્રેસવે 4 પર એક્ઝિટ આપવામાં આવે તેવી પણ આ ચર્ચામાં માંગણી કરી છે.


Share

Related posts

મોદીએ કેમ નારાજ કર્યા મધ્યમવર્ગી લોકોને !!!!! જાણો

ProudOfGujarat

વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાની તરફેણમાં 125 ગામોના સરપંચો અને ડેપ્યુટી સરપંચોનું પ્રચંડ સમર્થન.

ProudOfGujarat

અંકલેશ્વર : કાનૂની સેવા સમિતિ દ્વારા એસ.ટી ડેપો  ખાતે કાનૂની શિબિર યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!