પૈસા નહીં આપે તો ટાંટિયા ભાંગી નાખીશ કહેવા વારો ભરૂચ નો વ્યાજ ખોર પ્રફુલ્લ મુસાવાળા જેલના સળીયા ગણતો થયો
-ગેરકાયદેસર ઊંચા વ્યાજે નાંણા ધિરાણ કરી ગુંડા ની ભૂમિકા માં બન્યો પ્રફુલ ભાઈ…….
ભરૂચ શહેર માં વ્યાજ ખોરી ણા વ્યવસાય ને વિકસાવવા વારા તત્વો નો જાણે કે રાફડો ફાટ્યો હોવાનું કહેવાય રહ્યું છૅ,આ વ્યાજ ખોરી ના ધંધા માં કેટલાક આમ તો કેટલાક નામાંકિત લોકો ની પણ ચર્ચાઓ જામી છૅ,ખાસ કરી રાજકીય પાર્ટીઓ સાથે જોડાયેલા કેટલાક લોકો પણ ગેરકાયદેસર વ્યાજ ના ધંધા ભરૂચ માં કરતા હોવાનું કહેવાય છૅ, તેવામાં એક વ્યાજ ખોર ને કાયદા ના પાઠ ભરૂચ એ ડિવિઝન પોલીસે ભણાવી જેલ ના સળીયા ગણતો કર્યો છૅ,
ભરૂચ ના બરાનપુરા ખત્રી વાડ વિસ્તાર માં રહેતા માલતી બેન રાજેશ ભાઈ ધોરાવાલા દ્વારા તેઓના નજીક માં જ રહેતા ખત્રી વાડ ના પ્રફુલ ઉર્ફે ગણેશ ફરસુભાઈ મુસાવાલા પાસેથી માસિક દસ ટકા લેખે 60 હજાર રૂપિયા લીધા હતા જે બાદ તેઓએ 42 હજાર જેટલાં ચુક્યા હતા તેમ છતાં બાકી નીકળતા નાણાં માટે ગુંડો બનેલ વ્યાજ ખોર પ્રફુલ મુસાવાળા દ્વારા બળજબળી પૂર્વક પૈસા ની માંગણી કરી પૈસા નહીં આપે તો ટાંટિયા ભાંગી નાખવાની તથા જાન થી મારી નાખવાની વિગેરે ધમકીઓ ફરિયાદી ને આપી હતી,
સમગ્ર મામલા અંગે માલતી બેન ધોરાવાલા દ્વારા ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવવા માં આવતા પોલીસ ગણતરી ના જ સમય માં કથિત વ્યાજખોર ગુંડા સ્વરૂપી પ્રફુલ ઉર્ફે ગણેશ મુસાવાળા ની ધરપકડ કરી હતી,તેમજ તેની પાસેથી અલગ અલગ વ્યક્તિ ઓના સહી વાળા 20 જેટલાં કોરા ચેક,નાણાં લેનાર અને દેનાર ની વિગત દર્શાવતું લાલ કલર ની નોટ બુક તેમજ મોબાઈલ કબ્જે કરી મામલે કાયદેસર ની કાર્યવાહી હાથધરી છૅ,
અત્રે ઉલ્લેખ નિય છૅ કે ભરૂચ જિલ્લા માં ખાસ કરી ભરૂચ -અંકલેશ્વર જેવા શહેરી વિસ્તારોમાં બિલાડી ની ટોપ ની જેમ ગેરકાયદેસર વ્યાજ ખોરી નો વ્યવસાય ફૂલી ફાટ્યો હોવાની ચર્ચા છૅ, તેમાં પણ કેટલીક રાજકીય પાર્ટીઓ સાથે સંકળાયેલા લોકો પણ આ પ્રવુતિ માં સામેલ છૅ તેમ કહેવાય છૅ,આવા વ્યાજખોરો ના નિશાના પર શાકભાજી ના વેપારીઓ,લારી ધારાકો,સ્પા સંચાલકો,તેમજ નાના મોટા મધ્યમ વર્ગ ના લોકો આવતા હોય છૅ,જેઓને આ તત્વો પોતાની ચૂંગાલ માં પ્રથમ મીઠી મીઠી વાતો કરી સમાવી લેતા હોય છૅ,બાદ માં પોતાના નાપાક ચહેરાઓ થકી લાચાર પ્રજા ને હેરાનગતિ કરવાના કૃત્ય કરતા હોય છૅ, ત્યારે અહીંયા માત્ર પ્રફુલ નામની નાની માછલી તો પોલીસે ઝડપી છૅ તેવામાં ચર્ચાઓ છૅ કે વ્યાજ ખોરી ના દરિયા માં રહેલી મોટી વર્ગ દાર કહેવાતી માછલીઓ ઉપર પણ મામાલે નજર રાખી બાતમીદારો થકી તેઓને કાયદા ના પાઠ ભણાવવા પણ જરૂરી છૅ,