કોહલર કંપની દ્વારા ઝઘડિયા તાલુકાના તલોદરા ગામમાં બનાવેલા ૧૪૫ બાથિંગ સ્ટેશનનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું
કોહલર કંપની દ્વારા તેની CSR પહેલના ભાગરૂપે, અને સુરક્ષિત પાણી અને સ્વચ્છતા પ્રત્યેની પ્રતિબદ્ધતાના ભાગરૂપે, ઝગડિયા તાલુકાના તલોદરા ગામમાં બાથિંગ સ્ટેશન પૂરા પાડીને ૧૪૫ ઘરોને ટેકો આપવામા આવ્યો. આ પ્રોજેક્ટ દીપક ફાઉન્ડેશનની ભાગીદારીમાં અમલમાં મૂકવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં, કોહલર કંપની દ્વારા ઝગડિયા તાલુકાના ૩ ગામોને સપોર્ટ પૂરો પાડવામાં આવ્યો છે, અને ઝગડિયામાં કુલ ૨૮૬ પરિવારોને બાથરૂમની સુવિધા આપી છે. કોહલર કંપનીએ વર્ષ ૨૦૨૨ માં બેઝલાઇન સર્વે હાથ ધર્યો અને તેમાં જાણવા મળ્યું કે ૯૦% થી વધુ ઘરોમાં પોતાના ખાનગી બાથરૂમની સુવિધા નથી ત્યારે આ પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી હતી, કોહલર કંપનીમાં, કોહલર કંપનીના સોશિયલ ઇમ્પેક્ટ મેનેજર રિશિકા જયસ્વાલે જણાવ્યું હતું કે બેટર પ્લેનેટ, બેટર કોમ્યુનિટીઝ, બેટર લાઇવ્સ બેટર એન્ડ સસ્ટેનેબલ લિવિંગમાં વિશ્વાસ રાખવાની અમારી પ્રતિબદ્ધતાના ભાગરૂપે અમે બેટરમાં માનીએ છીએ. આ ઉદ્દઘાટન સમારોહમાં સરકારી અધિકારીઓ, ગામના સરપંચ ઉર્મિલાબેન અને વિઠ્ઠલભાઈ વસાવા, સ્થાનિક લાભાર્થીઓ અને કોહલર કંપની ટીમના બ્રાયન કીલી, ડાયરેક્ટર, વિટ્રિયસ ઓપરેશન્સ, કે એન્ડ બી ઇન્ડિયા એન્ડ ઇયુ, વીરેન્દ્ર કુમાર આહુજા, સિનિયર ડાયરેક્ટર -ફોસેટ ઑપ્સ, કે એન્ડ બી ભારત અને થાઈલેન્ડ, શ્રી વિપિન કુમાર, ડાયરેક્ટર એચઆર – ઈન્ડિયા મેન્યુફેક્ચરિંગ, ડૉ. જાઈ પવાર, ડાયરેક્ટર દીપક ફાઉન્ડેશન હાજર રહ્યા હતા, જેમણે તેમના પ્રયત્નો માટે બિરદાવ્યા હતા. તલોદરા ગામે પ્રોજેક્ટ હેઠળ અપગ્રેડેડ સેનિટેશન સુવિધાઓના ઉદ્દઘાટન સાથે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ ઉજવણી કરી હતી. આ પહેલ આધુનિક અને સુધારેલ બાથરૂમ સુવિધાઓ દ્વારા સામુદાયિક સ્વાસ્થ્ય અને ગૌરવને સુધારવાની દિશામાં એક પરિવર્તનકારી પગલું દર્શાવે છે.
રિપોર્ટ.નિમેષ ગોસ્વામી