MKGM કંડારી માનવ કેન્દ્ર જ્ઞાન ખાતે અંગ્રેજી માધ્યમમાં (CBSC ) અભ્યાસ કરતી વિદ્યાર્થીની પ્રાર્થના દેવેન્દ્રસિંહ પરમારે રાઇફલ શૂટિંગમાં રાજ્યકક્ષાએ ગોલ્ડ મેડલ મેળવી સમગ્ર ભરૂચ નું ગૌરવ વધાર્યું…
MKGM માનવ કેન્દ્ર જ્ઞાન મંદિર કંડારી હોસ્ટેલમાં રહી ધોરણ 11 માં અભ્યાસ કરતી પ્રાર્થના દેવેન્દ્રસિંહ પરમારે છેલ્લા બે વર્ષથી રાયફલ શૂટિંગમાં અગ્રેસર રહી છે, વર્ષ 2023 મા તેઓએ એ સિલ્વર મેડલ મેળવ્યો હતો , આ વર્ષે પણ તેઓએ રાજ્યકક્ષાએ રાઈફલ શૂટિંગમાં ભાગ લીધો હતો જેમાં અમદાવાદ ખાતે યોજાયેલ રાયફલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવી સમગ્ર ભરૂચ નું ગૌરવ વધાર્યું છે, આ વર્ષે પણ તેઓએ શાળાકીય કક્ષાએ સ્કુલ તરફથી રાજ્યકક્ષાએ અમદાવાદ ખાતે રાયફલ શૂટિંગમાં ભાગ લઈ ચેમ્પિયનશિપ મેળવી વર્ષ 2024 માં ચેમ્પિયનશિપ પ્રાપ્ત કરી ગોલ્ડ મેડલ મેળવી શાળા તથા પરિવારનું ગૌરવ વધાર્યું છે છે. આ તકે શાળાની મેનેજમેન્ટ ટીમ શિક્ષક ગણ દ્વારા તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. માત્ર 16 વર્ષની નાની ઉંમરે રાજ્ય કક્ષાએ રાઇફલ શૂટિંગમાં ભાગ લઈ મેડલ મેળવવું એ કોઈ સામાન્ય બાબત ગણી શકાય નહીં આથી પ્રાર્થનાબેને અત્યંત નાની વયમાં મોટી સિદ્ધિ હાંસલ કરી ભરૂચ શહેર નું પણ ગૌરવ વધાર્યું છે.