પુરના પાણીમાં ફસાયા તો હવે તમને રોબોટ બચાવવા આવશે,ભરૂચ ફાયર વિભાગ બન્યું આધુનિક
ભરૂચ ન.પા.નું ફાયર વિભાગ આધુનિક બન્યું છૅ,સરકાર દ્વારા રેસ્ક્યુ રોબોટ પાલિકા તંત્ર ને આપવામાં આવ્યું છૅ, રિમોર્ટથી સંચાલિત રેસ્ક્યુ રોબોટ થકી હવે પુર ના પ્રવાહ વચ્ચે ફસાયેલ લોકોનુ રોબોટ દ્વારા રેસ્ક્યુ કરાઈ શકે તેવું આયોજન કરાયું છૅ,
રેસ્ક્યુ રોબોટ નું ભરૂચ નગર પાલિકા ખાતે આગમન થતા ફાયર ના કર્મીઓ દ્વારા નર્મદા નદીમાં તેનું ટેસ્ટિંગ કરવા માં આવ્યું હતું,કહેવાય છૅ કે નદી ની વચ્ચે ડૂબતા માણસ ને આ રોબોટ આંગડી ના ટેરવે હવે બચાવી લાવશે,આશરે 100 કિલો ઉપરાંત નું વજન ધરાવતા વ્યક્તિ ને પણ રોબોટ પાણી ની અંદર સરળતા થી રેસ્ક્યુ કરી તેને બાહર કાઢવામાં મદદ રૂપી બની રહેશે તેમ માનવા માં આવે છૅ,
અત્રે ઉલ્લેખનિય છૅ કે ભૂતકાળ માં સરદાર સરોવર ડેમ માંથી ડાઉન સ્ટ્રીમ માં પાણી છોડવામાં આવ્યા બાદ ભરૂચ ખાતે નર્મદા નદી ના આસપાસ ના વિસ્તારોમાં પૂર ની સ્થિતિ નું સર્જન થયું હતું, તેવામાં આ રોબોટ થકી હવે ભવિષ્ય માં પૂર ના પાણી માં ફસાયેલ લોકો નું રેસ્ક્યુ કરવામાં પણ સરળ બનશે તેવું માનવા માં આવે છૅ