ઝગડીયા ના ઉમલ્લા સ્થિત શંકરલાલ રણછોડદાસ સ્થાપિત ટ્રસ્ટ દ્વારા બાળકો ને વિના મુલ્યે નોટબુક નું વિતરણ કરવામાં આવ્યું..
ટ્રસ્ટ દ્વારા દર વર્ષ ની જેમ બાળકો ને નોટબુક નું વિતરણ કરવામાં આવ્યું…
ભરૂચ જિલ્લા ના ઝગડીયા તાલુકાના ઉમલ્લા સ્થિત દોશી ચંચળબેન રણછોડદાસ અને શંકરલાલ રણછોડદાસ ટ્રસ્ટ દ્વારા સરકારી શાળાના બાળકોને વિના મુલ્યે નોટ નું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં ઉમલ્લા,કન્યા શાળા કુમાર શાળા,અછાલિયા, રૂમાલપુરા, નાની જંબોઇ, મોટી જંબોઇ જેવા ગામો ની પ્રાથમિક શાળાઓમાં આશરે 3000/- જેટલી નોટ બૂક્સ નું વિના મુલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું દોશી સમાજ ના અંબાલાલ શંકરલાલ સ્થાપિત ટ્રસ્ટ દ્વારા અનેક વખતો વખત આર્થિક તેમજ સામાજિક કાર્યો કરવામાં આવે છે ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રવુતિઓ સાથે સાથે શિક્ષણ ને લગતા કાર્યો માં ટ્રસ્ટ દ્વારા ગરીબ બાળકોને મદદરૂપ થાય તેવી વસ્તુઓ ની સહાય આપવામાં આવતી હોઈ છે આ સંસ્થા દ્વારા વર્ષો થી બાળકો ને દરેક વર્ષે નોટબુક નું વિતરણ કરતી આવી છે જે સરાહનીય કહેવાય..
આ પ્રસંગે ટ્રસ્ટ ના ટ્રસ્ટીઓ હેમંતભાઈ દોશી,ચંદ્રકાન્ત દોશી, દેવેન્દ્રભાઈ દોશી તથા ઉમલ્લા, જંબોઇ, અછાલિયા રૂમાલપુરાના શાળા ના શિક્ષકો દ્વારા બાળકો ને નોટબુક ના વિતરણને સફળ બનાવ્યો હતો..
રિપોર્ટ / સતીશ વસાવા ઝગડીયા