Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામે મહાકાય પીપળાનું વૃક્ષ ધરાશયી થતાં એક વ્યક્તિનું મોત થયું એક ઇજાગ્રસ્ત થયો..

Share

ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામે મહાકાય પીપળાનું વૃક્ષ ધરાશયી થતાં એક વ્યક્તિનું મોત થયું એક ઇજાગ્રસ્ત થયો..

ગતરોજ મોડી રાત્રે ભારે પવન સાથે ધોધમાર વરસાદ ઝઘડિયા પંથકમાં ખાબક્યો હતો

Advertisement

ઝઘડિયા પંથક સહિત સમગ્ર મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ૨૨ મી જૂન ના રોજ સમયસર વરસાદનું આગમન થયું હતું, મોડી રાત્રે આશરે ૧૨ વાગ્યાના અરસામાં ખૂબ ભારે તોફાની પવન સાથે મેઘરાજા નું આગમન થવા પામ્યું હતું, ભારે પવનના પગલે નાનું મોટું નુકસાન પણ ઝઘડિયા પંથકમાં થવા પામ્યું હતું. આજરોજ વહેલી સવારે ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામે એક મહાકાય પીપળો ધરાશાયી થયો હતો, આ પીપળો ધરાશાયી થતાં બે ઇસામો ઉપર પડ્યો હતો જેના પગલે બંને ઈસમો ગંભીર રીતે ઘવાયા હતા, ઘવાયેલા દીપક રેવાદાસ વસાવા તથા રમેશ ઈશ્વરભાઈ વસાવા બંનેને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન રમેશભાઈ ઈશ્વરભાઈ વસાવા ઉંમર વર્ષ આશરે ૫૦ નું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જ્યારે દીપકભાઈ ને સારવાર હેઠળ રાખવામાં આવ્યા હતા..

પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા


Share

Related posts

ભરૂચ નગર પાલિકા મુલદ ડમ્પીંગ સાઈટ કૌભાંડ ભ્રષ્ટાચારીઓને જ ભ્રષ્ટાચારની તપાસ એસ.ડી.એમ. ને તપાસ સોંપવાની માંગ સાથે આવેદન.

ProudOfGujarat

બોટાદ લઠ્ઠાકાંડ બાદ સુરત જીલ્લાની પોલીસ જાગી ! ડ્રોન દ્વારા દેશીદારૂની ભઠ્ઠીઓ શોધી નાશ કરી.

ProudOfGujarat

ભરૂચ સી ડિવિઝન પોલીસે રીઢા આરોપીની પાસા ધારા હેઠળ અટકાયત કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!