ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ ને જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા પ્રોહિબીટેડ પ્રવૃત્તિઓ અને અસામાજિક જુગાર સહિતની પ્રવૃત્તિઓ ચલાવતા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના મળેલ હોય જે અનુસંધાને ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ મથકના પી.આઇ. વી. આર.ભરવાડ પેટ્રોલિંગમાં હતા, તે દરમિયાન બાતમીના આધારે વરલી મટકા આ ફરક નો જુગાર રમતા બે શખ્સોને ઝડપી પાડ્યા છે.
ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ ને વડોદરા પોલીસ મહાનિરીક્ષક તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના મળેલ હોય કે, સી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં ચાલતી પ્રોબિટેડ પ્રવૃત્તિઓ ને અટકાવવી, સીટી સી ડિવિઝન પોલીસના પીઆઇ દ્વારા વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ કામગીરી હાથ ધરી પેટ્રોલિંગ દરમિયાન તેઓને બાતમી મળેલ કે શીતલ સર્કલ થી નર્મદા મૈયા બ્રિજ નીચે બેસીને 2 શખ્સો વરલી મટકાનો આંક ફરક નો જુગાર રમતા હોય આથી સી ડિવિઝન પોલીસે બાતમીના આધારે નર્મદા મૈયા બ્રિજ નીચે રેડ પાડતા (1) શહેબાઝ બશીર અબ્દુલ મજીદ મસ્તાન , (2) શેખ હનીફ અહેમદ ને સી ડિવિઝન પોલીસે વરલી મટકાનો આંક ફરક નો જુગાર રમતા પોલીસ રેડ દરમિયાન ઝડપી પાડ્યા હોય , બંને આરોપીઓ પાસેથી પોલીસે અંગ જડતીના રૂપિયા 10,550 તથા એક સિલ્વર કલર નો oppo કંપનીનો એન્ડ્રોઇડ મોબાઈલ કિંમત ₹8,000 તેમજ હાથથી લખેલ વરલી મટકાની ચિઠ્ઠીઓ સહિત નો મુદ્દામાલ કબજે લઈ કુલ રૂપિયા 18,550 સાથે બંને આરોપીઓને ઝડપી લઇ જુગાર ધરાની કલમ 12 મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.