Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ઝઘડિયા કોર્ટ સંકુલ માં દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી…

Share

ઝઘડિયા કોર્ટ સંકુલ માં દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી…

ઉજવણીમાં પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ, જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, કોર્ટ સ્ટાફ તથા વકીલો ઉપસ્થિત રહ્યા…

Advertisement

૨૧ મી જૂન વિશ્વ યોગ દિન નિમિત્તે વિશ્વભરમાં તેની આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે અને ઠેર ઠેર તેની ઉજવણી થાય છે, યોગ દ્વારા માનસિક શાંતિ પ્રાપ્ત થતી હોય છે, આજે માનવીનું જીવન ઘડિયાળના ટકોરા મુજબ સમયબદ્ધ ચાલી રહ્યું છે અને તેને લઈને જીવનમાં મોટો સમય વ્યસ્ત રહેતો માનવી માનસિક શાંતિ ઈચ્છતો હોય છે, ત્યારે આ માનસિક શાંતિ યોગ દ્વારા મેળવી શકાતી હોય છે, આપણો ઇતિહાસ પણ કહે છે કે આપણા પ્રાચીન ઋષિમુનિઓ પણ જીવનમાં યોગને મહત્વ આપતા હતા ત્યારે ભરૂચ જિલ્લાના ઝઘડિયાની કોર્ટ ખાતે પણ દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી,

આ ઉજવણી પ્રસંગે પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કુમારી એચ.એસ પટેલ તથા જ્યુડિશિયલ ફ.ક મેજિસ્ટ્રેટ જે.ટી પટેલ, ઝઘડિયા કોર્ટનો સ્ટાફ તથા મોટી સંખ્યામાં વકીલ મંડળ ના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને ખુબ ઉત્સાહ પૂર્વક યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા


Share

Related posts

અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બનાવટી પાસપોર્ટને આધારે દુબઇ જતો બાંગ્લાદેશી યુવક ઝડપાયો

ProudOfGujarat

ઉમરપાડામાં ઇ-ગ્રામ વી.સી.ઇ. કર્મચારીઓએ કમિશન પ્રથા બંધ કરી પગાર આપવાની માંગ કરી તાલુકા વિકાસ અધિકારીને સામુહિક રજૂઆત કરવામાં આવી.

ProudOfGujarat

અંકલેશ્વરનાં સહયોગ હોટલ નજીક ટ્રક અને ટેન્કર વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત અન્ય એક ઘાયલ થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!