બનાવ અંગેની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ શહેર ના બી ડિવિઝન પોલીસ મથક ની હદ માં આવેલ લાલ બજાર પોલીસ ચોંકી ની લાઈન માં જય ભવાની જ્વેલર્સ ની દુકાન ને તસ્કરો એ નિશાન બનાવી બાજુ ની દુકાન માંથી જ્વેલર્સ ની દુકાન માં પ્રવશ કરી મોટી માત્ર માં સોના ચાંદી ના દાગીના તેમજ રોકડ રકમ મળી અંદાજીત લાખ્ખો રૂપિયા ના સામાન ની ચોરી કરતા ભારે ખળભળાટ મચ્યો હતો …
જોકે સમગ્ર ઘટના આજ રોજ સવાર ના સમયે દુકાન ના માલિક દેવી ચંદ હીરા ચંદ ને થતા તેઓ એ તાત્કાલિક સમગ્ર ઘટના અંગે ની જાણ ભરૂચ બી ડિવિઝન પોલીસ મથક ની હદ માં કરતા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ સમગ્ર મામલા ની નોંધ લઇ કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી ….ઉલ્લેખનીય છે કે શહેર માં બેફામ બનેલા તસ્કર ની તમામ હરકત જ્વેલર્સ ની બાજુ ની દુકાન ના સીસીટીવી માં કેદ થવા પામી હતી જેમાં જ્વેલર્સ ની દુકાન તરફ પ્રવેશ કરતો તસ્કર સ્પષ્ટ પણે દેખાઈ આવે છે..જોકે સમગ્ર ચોરી ની ઘટના પોલીસ ચોંકી ની બગલ માં બનતા સ્થાનિકો માં ભારે ચર્ચા એ જોર પકડ્યું હતું.
(હારૂન પટેલ)