અંકલેશ્વરમાં જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાના ભંગ બદલ રોયલ પેલેસ હોટેલ ના મેનેજરની ધરપકડ
ભરૂચના અંકલેશ્વર વિસ્તારમાં જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર ના જાહેરનામા અનુસાર હોટલ અને ગેસ્ટ હાઉસમાં પથિક સોફ્ટવેર માં એન્ટ્રી વિષયક ચેકિંગ હાથ ધરતા રોયલ પેલેસ હોટલ માં સંખ્યાબંધ લોકોની પથિક સોફ્ટવેર માં એન્ટ્રી ન કરાતા મેનેજરની ધરપકડ કરી એસોજીની ટીમે ગુનો દાખલ કર્યો છે.
ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર સહિતના વિસ્તારોમાં હોટલ તેમજ ગેસ્ટ હાઉસ માં આવનાર દરેક વ્યક્તિની પથિક સોફ્ટવેર માં એન્ટ્રી કરવાનું જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હોય જે જાહેરનામાના ભંગ બદલ ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવતા પોલીસ અધિક્ષકની સૂચના અનુસાર આજે અંકલેશ્વર ખાતે આવેલ રોયલ પેલેસ હોટલ માં એસ.ઓ.જી ની ટીમે ચેકિંગ કામગીરી હાથ ધરી હતી જે દરમિયાન રોયલ પેલેસ હોટલમાં તપાસ કરતા મુસાફરોની એન્ટ્રી પથિક સોફ્ટવેર માં કરવામાં આવેલ ન હોય વધુ પડતી તપાસ કરતા જાણવા મળ્યું કે માત્ર મુસાફરોની એન્ટ્રી રજીસ્ટર નિભાવ કરવામાં આવતું હોય જે બાબતો ધ્યાને આવતા જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબના જાહેરનામાનો ભંગ કરેલ હોય તમામ વિગતો ધ્યાને આવતા આ હોટલના મેનેજર આફતાબ આરીફ કુરેશી ઉંમર વર્ષ 22 અંકલેશ્વર ને પોલીસે ઝડપી લઇ જી.પી. એક્ટ કલમ 131 મુજબ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.