Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

નેત્રંગ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં અપુરતા સ્ટાફના અભાવે ચૈતર વસાવાનો હલ્લાબોલ

Share

* નેત્રંગ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં અપુરતા સ્ટાફના અભાવે ચૈતર વસાવાનો હલ્લાબોલ

* સોનોગ્રાફી-એક્શ રે મશીનના ટેકનીશિયન નથી,પીએમ માટે મૃતદેહ કલાકો સુધી રઝરે છે

Advertisement

* ૩ ડોક્ટર-સ્ટાફ ભરતી કરવા માટે સરકારમાં રજુઆત કરાશે : ધારાસભ્ય ચૈતર વસાવા

તા.૧૮-૦૬-૨૦૨૪ નેત્રંગ.

પ્રાપ્ત માહિત મુજબ નેત્રંગ તાલુકો અસ્તિત્વમાં આવ્યા બાદ રાજ્ય સરકાર કરોડો રૂપિયાના સામુહિક આરોગ્ય કેન્દ્રનું નિમૉણ કરવામાં આવ્યું હતું.પરંતુ વષૉથી ડોક્ટર અને અપુરતા સ્ટાફના અભાવે દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડે છે.સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સોનોગ્રાફી-એક્શ રે મશીન છે,પરંતુ તેને ઓપરેટ કરનાર ટેકનીશિયન કાયમી નથી.ત્રણ ડોક્ટરની જગ્યા વષૉથી ખાલી પડી છે.એક ડોક્ટરના દર્દીઓની સારવાર કરાય છે.જાનહાની ઘટના સજૉય તો સ્લીપરને વાલીયા-અંકલેશ્વરથી લાવવા અને મુકવા જવું છે.તેના કારણે કલાકો સુધી મૃતદેહ રઝરે છે.તેવી રજુઆત ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને થતાં કોંગ્રેસના શેરખાન પઠાણ-આપના કાયઁકરો સાથે નેત્રંગ સામુહિક આરોગ્ય કેન્દ્રના મુખ્ય તબીબ સાથે દરેક વોડઁ અને દર્દીની મુલાકાત કરી હતી.ત્યારે ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે,સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટર-સ્ટાફ નહીં હોવાથી દર્દીઓને ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે.૩ ડોક્ટર-સ્ટાફ ભરતી કરવા માટે સરકારમાં રજુઆત કરાશે,અને ન્યાય નહીં થાય તો આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી.


Share

Related posts

આમિર ખાનની ફિલ્મ લગાનના ભવ્ય 20 વર્ષ : ચાહકો અને મીડિયા દ્વારા #mylagaan જોરદાર ટ્રેન્ડમાં..!

ProudOfGujarat

75 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત પાકિસ્તાનમાં હિન્દુ મહિલા બની DSP.

ProudOfGujarat

સિસોદ્રાની વિદ્યાર્થિનીઓ ખેલમહાકુંભમાં 3 રમતમાં રાજ્યકક્ષાએ પ્રતિનિધિત્વ કરશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!