Proud of Gujarat
bharuchFashionGujaratINDIA

ભરૂચ જિલ્લા ની 14 શાળાઓમાં ફાયર સિસ્ટમ જ નથી, તો 136 શાળાઓને ફાયર એનઓસી અંગે કડક સૂચના

Share

ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા જિલ્લા મથકોની વિવિધ શાળામાં ફાયર એન.ઓ.સી. માટે ચકાસણીની કામગીરી હાથ ધરવામાં આવી હતી , જેમાં 14 શાળામાં ફાયર એનઓસી નહીં હોવાનું બહાર આવ્યું છે.

ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા જિલ્લાની વિવિધ શાળાઓમાં કોઈપણ પ્રકારની અઘટિત ઘટના ન બને તે માટે ફાયર એન.ઓ.સી. અંગેની તપાસ હાથ ધરવામાં આવી છે, ફાયર એનઓસી ની ચકાસણી દરમિયાન 1393 ધરાવતું ભરૂચ નગરપાલિકા માત્ર 151 શાળાઓમાં જ ફાયર એનઓસી ધરાવે છે, તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે, તેમજ ભરૂચ જિલ્લા મથકોમાં ચાલતી વિવિધ શાળાઓમાં 14 શાળાઓમાં તો ફાયર એનઓસી છે જ નહીં. જો આ કોઈ શાળામાં ગંભીર બનાવ બનવા પામે તો બાળકો શિક્ષકો વાલીઓ ને ભગવાન ભરોસે છોડી દેવામાં આવે તેવું કહી શકાય છે.

Advertisement

ઉપરાંત ભરૂચ જિલ્લાની 1072 શાળાએ સેલ્ફ ડેકલેરેશન આપ્યું હતું તેઓની શાળામાં ફાયર એનઓસી સિસ્ટમ લગાવેલી છે અને આ સિસ્ટમ જરૂર પડીએ કાર્યરત છે તેમ જણાવ્યું છે, જ્યારે 136 શાળાઓ એ સેલ્ફ ડેકલેરેશન ન આપતા ફાયર એન.ઓ.સી. અંગેની કડક સુચના આપવામાં આવેલ છે.

અત્રે નોંધનીય છે કે રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન માં બનેલી ઘટના બાદ તંત્ર અને સરકાર દ્વારા સલામતી અને સાવચેતીના ભાગરૂપે જિલ્લા મથકોમાં શાળા તથા કોચિંગ ક્લાસમાં ફાયર એનઓસી સિસ્ટમના મુદ્દે કમરકસી વિવિધ શાળાઓ ક્લાસીસને નોટિસો ફટકારી ફાયર એનઓસી અંગે કામગીરી ચાલી રહી હોય તેવામાં ભરૂચ જિલ્લામાં સૂત્રોના કહેવા અનુસાર 14 શાળામાં ફાયર એનઓસી નવી નહીં હોવાનું બહાર આવ્યું છે તેમજ 136 શાળાઓ ને ફાયર એનઓસી અંગેની કડક સૂચના આપવામાં આવેલ છે ભરૂચ જિલ્લામાં આવેલી શાળાઓમાં ફાયર એનઓસી ની બાબતમાં જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા શાળાઓને કડક સૂચના આપી તાત્કાલિક ધોરણે ફાયર એનઓસી ન ધરાવનાર શાળાઓને ફાયર સિસ્ટમ વસાવી એનઓસી મેળવવા જાણ કરાય છે.


Share

Related posts

ભરૂચ કોંગ્રેસ કાર્યાલય ખાતે AICC ના સૈકેટરી ઉષા નાયડુ ઉપસ્થિત રહ્યા, કહું સંગઠનની કમીઓ દૂર કરી આગામી ચૂંટણીમાં જીત મેળવીશું

ProudOfGujarat

૨૨ ભરૂચ લોકસભા બેઠક અંગે પત્રકાર પરિષદ યોજાય.પત્રકાર પરિષદને સંબોધતા ભરૂચ જિલ્લા કલેકટર રવિ અરોરા અને ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમા …

ProudOfGujarat

લીંબડી થી ત્રણ કિલોમીટર દૂર થી શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!