ભરૂચ નાયબ પોલીસ અધિક્ષક કાર્યાલય ખાતે મહેશ સોલંકી નામના લોકરક્ષક કોમ્પ્યુટર ઓપરેટર કોન્સ્ટેબલ દ્વારા બોગસ ડોક્યુમેન્ટ તૈયાર કરી પોતાની પત્નીને ડરાવવા માટે ફરજ મોકોફનો કાગળ તૈયાર કરતા બી ડિવિઝન પોલીસે મહેશ સોલંકી ધરપકડ કરતા આ મામલો ભરૂચ સહિતના વિસ્તારોમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે
આ બનાવની મળતી વિગતો અનુસાર ભરૂચ નાયબ પોલીસ મુખ્ય મથક કચેરી ખાતે મહેશ સોલંકી નામનો લોકરક્ષક કોન્સ્ટેબલ કોમ્પ્યુટર ઓપરેટર ફરજ બજાવતો હોય પોતાની પત્નીને ડરાવવા માટે ફરજ મુકુફનો ફેક ડોક્યુમેન્ટ તૈયાર કરી જિલ્લા પોલીસ વડા ની સહી કરી પત્નીને whatsapp દ્વારા મોકલેલ હોય બોગસ ડોક્યુમેન્ટ તૈયાર કર્યો છે આ બનાવ તા સમગ્ર ભરૂચ જિલ્લામાં તરહ તરહ ની ચર્ચાઓ થવા માંડી છે તેવું પોલીસ બેડામાં જાણવા મળતા સંપૂર્ણપણે આ બાબતની તપાસ કરવામાં આવેલ હોય જે તપાસમાં જાણવા મળ્યું કે મહેશ સોલંકી નામના લોકરક્ષકે પોતાના જ કોમ્પ્યુટર મારફત ફેક ફરજ મોકૂફ નો કાગળ તૈયાર કર્યો હોય જેમાં જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા ના સિગ્નેચર પણ કરેલ હોય આથી આ તમામ બાબતો સામે આવતા તેની સંપૂર્ણપણે બી ડિવિઝન પોલીસ મથક દ્વારા તપાસ કરવામાં આવેલ હોય જે તપાસમાં સમગ્ર મામલો સામે આવ્યો હોય આથી પોલીસે બોગસ ડોક્યુમેન્ટ તૈયાર કરવા માટે આઈપીસી કલમ 465, 468, 471 સહિતનો ગુનો દાખલ કર્યો છે, તેમજ મહેશ સોલંકી ને જ્યારે તેવી જાણ થયેલ કે આ તમામ બાબતો ની પોલીસ અધિક્ષક ને જાણ થયેલ છે તે સમયે તેમણે whatsapp મેસેજ કાગડો સહિતના પુરાવાનો નાશ કર્યો હોય આથી આઈપીસી કલમ 201 મુજબ પુરાવાનો નાશ કરવા માટેની જોગવાઈ કરી મહેશ સોલંકી ની બી- ડિવિઝન પોલીસે ધરપકડ કરી આજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આગળ આ કેસમાં બી ડિવિઝન પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.