*આગામી બકરા ઈદ ના તહેવારને અનુલક્ષી નબીપુર પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિ ની બેઠક યોજાઇ, નબીપુર ના પી.એસ.આઈ. એ તમામ ધર્મના લોકોને શાંતિ કાયમ રાખવાની અપીલ કરી.*
આગામી તારીખ ૧૭ જૂન ના રોજ મુસ્લિમ સમાજ નો બકરી ઈદ નો તહેવાર દેશભરમાં ઉજવાશે. તે સંદર્ભે ભરૂચ જિલ્લાના નબીપુર પોલીસ સ્ટેશન ખાતે પોલીસ મથકની હદમાં આવતા ગામોના સરપંચો અને આગેવાનો સાથે નબીપુરના પી. એસ. આઈ. *એસ. આર. મેઘાણી* ની અધ્યક્ષતા મા શાંતિ સમિતિની એક બેઠક ગઈકાલે પોલીસ સ્ટેશન ખાતે યોજાઈ હતી. જેમાં *નબીપુર, હિંગલ્લા, સિતપોણ, ઝંઘાર, સેગવા, બબુંસર, ઝનોર, અસુરીઆ, લુવારા* ગામોના સરપંચો અને આગેવાનો હાજર રહયા હતા. આ સમિતિમાં ઇદ ના તહેવારમાં તમામ નીતિ નિયમોનું પાલન કરવું, શાંતિ ભંગ ના થાય તેના ઉપર વિશેષ ભાર મૂકાયો હતો. શાંતિ ના દહોળાય તે બાબતે પોલીસ અને તંત્ર ને પૂરો સહયોગ આપવા તમામ ને અપીલ કરાઈ હતી. શાંતિ સમિતિ મા હાજર તમામ સરપંચો અને આગેવાનોએ તંત્ર ને પૂરો સહકાર આપવાની અને શાંતિ બનાવી રાખવાની ખાત્રી એક સૂર મા આપી હતી. આ બેઠકમાં નબીપુર પોલીસ મથકનો સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યો હતો.
આગામી બકરા ઈદ ના તહેવારને અનુલક્ષી નબીપુર પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિ ની બેઠક યોજાઇ, નબીપુર ના પી.એસ.આઈ. એ તમામ ધર્મના લોકોને શાંતિ કાયમ રાખવાની અપીલ કરી.
Advertisement