ભરૂચના ભોલાવ બ્રિજ નીચે જાહેરમાં જુગાર રમતા પાંચ પત્તા પ્રેમીને ઝડપી પાડતી સી ડિવિઝન પોલીસ
ભરૂચ જિલ્લામાં દારૂ જુગારને લગતી પ્રોહીબિટેડ પ્રવૃત્તિઓ અટકાવવા માટે જિલ્લા પોલીસ વડા દ્વારા સૂચના આપવામાં આવેલ હોય જે સૂચના ને અનુસંધાને ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય તે સમયે બાતમીના આધારે સી ડિવિઝન પોલીસે ભોલાવ બ્રિજ નીચેથી જાહેરમાં પત્તા પાના વડે જુગાર રમતા પાંચ પત્તા પ્રેમી શકશોને ઝડપી પાડ્યા છે.
ભરૂચ જિલ્લા પોલીસ વડા દ્વારા તાજેતરમાં દારૂ જુગારની પ્રવૃત્તિઓને ડામવા માટે ની સૂચના હોય આથી ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હતી તે સમયે બાતમી મળેલ કે ભરૂચના ભોલાવ બ્રિજ નીચે કેટલાક શખ્સો પત્તા પાના વડે રૂપિયાની હાર જીતનો જુગાર રમતા હોય જે ચોક્કસ બાતમીના આધારે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસે રેડ પાડતા બાતમી વાળી જગ્યા ભોલાવ બ્રિજ નીચે (1) અરવિંદ ઈશ્વર બાલીયા રહે. તળાવ ફળિયુ ભોલાવ ગામ તાલુકો જીલ્લો ભરૂચ (2) ભરત ચંદુ બાલીયા રહે. તળાવ ફળિયું ભોલાવ ગામ તાલુકો જીલ્લો ભરૂચ, (3)બાબુભાઈ જીવાભાઇ વસાવા રહે અયોધ્યા નગરી ની બાજુમાં ઝૂંપડપટ્ટી તાલુકો જીલ્લો ભરૂચ. (4) મહેશ મગન ડોડીયા પટેલ રહે દૂધધારા ડેરી પાસે ઇન્દિરા આવાસ ભોલાવ તાલુકો જીલ્લો ભરૂચ , (5) વિનોદ ચીમનભાઈ વાઘરી રહે. તળાવ ફળિયું ભોલાવ તાલુકો જીલ્લો ભરૂચ ને પોલીસે જાહેરમાં પત્તા પાના વડે રૂપિયાની હાર જીતનો જુગાર રમતા ઝડપી પાડ્યા છે, પોલીસે તલાસી લેતા દાવ ઉપરના રૂપિયા 5680-/ તેમજ અંગ જડતી ના રૂપિયા 6,000 મળી કુલ રૂપિયા 11,680-/ નો મુદ્દા માલ તપાસ અર્થે પોલીસે કબજે કરેલ છે ભરૂચ થી ડિવિઝન પોલીસે તમામ આરોપીઓને ઝડપી લઇ જુગારધારા ની કલમ 12 મુજબ તમામ આરોપીઓની પૂછતાછ હાથ ધરી આગળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.