ભરૂચમાં મસાજ સ્પા ની આડ મા વિદેશી ભારતીય યુવતી ઓ મારફત દેહ વ્યાપાર કરતા એક શખ્સને ઝડપી પાડતી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ
ભરૂચમાં પોલીસ મહાન નિર્દેશકની સૂચના અનુસાર ગેરકાયદેસર થતી પ્રવૃત્તિઓને અટકાવવા માટે જુદા જુદા પોલીસ મથકમાં સૂચના આપેલ હોય જે સૂચના મારફત જુદી જુદી ટુકડીઓ કાર્યરત હોય જે દરમિયાન બાતમીના આધારે હ્યુમન ટ્રાફિક પોલીસે અંકલેશ્વર ખાતેથી પાણી આડમાં ચાલતા એક કુટણખાનાને ઝડપી પાડ્યું છે.
ભરૂચ હ્યુમન ટ્રાફિક પોલીસને પોલીસ મહાન નિર્દેશક દ્વારા સૂચના મળેલ હોય કે ભરૂચ સહિતના જિલ્લામાં આસપાસમાં ચાલતા ગેરકાયદેસર ગોરખધંધા તેમજ કુટણખાના પર વોચ રાખવી જે દરમિયાન હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના પોલીસને ચોક્કસ બાતમી મળેલ કે અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં ગણેશ સ્ક્વેર પ્રથમ માળે દુકાન નંબર 11/ 12 માં પીપી સ્પા નામથી દેહ વ્યાપાર નો ધંધો ચાલતો હોય, જે ચોક્કસ બાતમીના આધારે ભરૂચ હ્યુમન ટ્રાફિક ઇન યુનિટ દ્વારા પોલીસ રેડ પાડવામાં આવેલ હોય જે પોલીસ રેડ દરમિયાન વિદેશી થાઈલેન્ડની 1 યુવતી તથા ભારતીય 2 યુવતીઓને પોલીસ રેડ દરમિયાન ઝડપી પાડેલ હોય તેમ જ પીપી સ્પા ના સંચાલક જેસ પાના નામે કુટણખાનું ચલાવતા હોય તેને પણ પોલીસ દરોડા દરમિયાન સંકેત સુરેશ મૈસુર્યા સ્થળ પર હાજર મળી આવેલ હોય, પોલીસે રેડ દરમિયાન કામસૂત્રને લગત તમામ સાધનો સહિત સંકેત ને ઝડપી લઇ ભારતીય તથા વિદેશી યુવતીઓને પણ ઝડપી લઇ રૂપિયા 20,000 ના મુદ્દા માલ સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.