ભરૂચમાં તાજેતરમાં યોજાયેલ લોકસભાની સામાન્ય ચૂંટણી વર્ષ 2024 માં ન્યાયિક અને મુક્ત રીતે યોજાય તે માટે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખનાર પોલીસ કર્મીઓનું રેન્જ આઇ.જી. દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
ભરૂચમાં યોજાયેલ લોકસભાની સામાન્ય ચૂંટણી 2024 માં કાયદો વ્યવસ્થા અને સુરક્ષા જળવાઈ રહે તે માટે ભરૂચ પોલીસે સતત પેટ્રોલિંગ વોચ ગોઠવી છેલ્લા 10 વર્ષથી નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા અસરકારક કામગીરી કરી હોય, જેમાં છેલ્લા 10 વર્ષથી નાસ્તા ફરતા આરોપી મધ્યપ્રદેશના -3 / ઉત્તર પ્રદેશના-3/ મહારાષ્ટ્રના-2/ હરિયાણાના-1 અને સુરતના -1/ છોટા ઉદયપુરના-1 મળી કુલ 11 નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડ્યા હોય જે બદલ રેન્જ આઇ.જી. સંદીપ સિંહા દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પોલીસ કર્મીઓ ને સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં 10 એ.એસ.આઇ. નો સમાવેશ કરાયો છે. (1) શંકર કલજીભાઇ જીલ્લો વડોદરા ગ્રામ્ય સિનોર (2) દિનેશ હરિસિંહ નબીપુર (3) અશોક કાનજીભાઈ નબીપુર (4) કનુભાઈ શામળભાઈ એ ડિવિઝન જીલ્લો ભરૂચ (5) ધવલ સિંહ લાલજીભાઈ એ ડિવિઝન જીલ્લો ભરૂચ (6) મગનભાઈ દોલાભાઈ પરોલ ફર્લો સ્કોડ જીલ્લો ભરૂચ (7) ભોપા ગફુરભાઈ વાગરા પોલીસ સ્ટેશન જીલ્લો ભરૂચ (8) ભરતદાન કરસનદાસ વેડચ પોલીસ સ્ટેશન જીલ્લો ભરૂચ (9)તળસા ગમાનભાઈ વેડચ પોલીસ સ્ટેશન જિલ્લો ભરૂચ (10) બુધાભાઈ દીપાભાઇ અંકલેશ્વર શહેર એ ડિવિઝન જિલ્લો ભરૂચ ને રેન્જ આઇ.જી. દ્વારા સન્માનિત કર્યા છે, આથી આગામી સમયમાં પણ પોલીસ કર્મીઓમાં વધુ સારી કામ કરવાની પ્રેરણા મળી રહે તે હેતુથી પ્રશંશા પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.