*અંક્લેશ્વર નગરપાલિકા દ્વારા “વિશ્વ પર્યાવરણ દિવસ” અંતર્ગત રેલીનું અને વૃક્ષા રોપણ કરવામાં આવ્યું*
“નિર્મળ ગુજરાત અભિયાન” હાલ ચાલી રહેલ છે. જે અન્વયે આજે ૫-જૂન “વિશ્વ પર્યાવરણ દિવસ” અંતર્ગત અંક્લેશ્વર નગરપાલિકા દ્વારા સવારે – ૯/૦૦ કલાકે નગરપાલિકા ઓફિસ ખાતે થી રેલી ને લીલી ઝંડી આપવામાં આવી. જે રેલી “સ્વર્ણિમ લેકવ્યું પાર્ક” સુધી ગઈ હતી. જેને નગરપાલિકા પ્રમુખ શ્રીમતી લલીતાબેન રાજપુરોહિત, સભ્યશ્રી વિનયભાઈ વસાવા, શ્રી અક્ષેશભાઈ પટેલ, ચીફ ઓફીસરશ્રી કેશવલાલ કોલડિયા દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવ્યું.
આ રેલી દરમ્યાન ઓ .એન.જી.સી. ના અધિકારી શ્રી, તેમજ સી.આઈ.એસ.એફ. અંક્લેશ્વર ના કમાન્ડન્ટ શ્રીમતી કૃતિકા નેગી અને કમાન્ડન્ટ સ્ટાફના સભ્યો, રોયલ પેરામેડિકલ ઇન્સ્ટિટ્યૂટ ના સભ્યો, આઇ.આઇ.સી.એલ. ઇન્સ્ટિટ્યૂટ ના સભ્યો, નગરપાલિકાના વિવિધ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને સફાઈ કામદારો મોટી સંખ્યામાં હાજર રહેલ હતા. આ રેલી દરમ્યાન “વૃક્ષ વાવો, પર્યાવરણ બચાવો” તેમજ “વૃક્ષ છે તો જીવન છે” વિગેરે સૂત્રો બોલીને નાગરિકોને વૃક્ષો વધુ વાવીએ તો વરસાદ લાવવા માટે અને જીવનમાં ઑક્સિજન મેળવવા વૃક્ષની કેટલી જરૂરિયાત છે તે માટે જણાવ્યું હતું.
સ્વર્ણિમ લેકવ્યું પાર્ક ખાતે હાજર મહાનુભાવો દ્વારા વૃક્ષા રોપણ કરવામાં આવ્યું. જે દરમ્યાન સેનેટરી ઇન્સ્પેક્ટર શ્રી રઘુવીરસિંહ મહીડા અને ઇન્ચાર્જ સેનેટરી ઇન્સ્પેક્ટરશ્રી આસીફભાઇ દ્વારા સમગ્ર કાર્યક્રમ નું સંચાલન કરવામાં આવ્યું.
અંક્લેશ્વર નગરપાલિકા દ્વારા “વિશ્વ પર્યાવરણ દિવસ” અંતર્ગત રેલીનું અને વૃક્ષા રોપણ કરવામાં આવ્યું*
Advertisement