ભરૂચ લોકસભા બેઠક ઉપર ભારે રસાકસી બાદ ભાજપના ઉમેદવાર મનસુખભાઈ વસાવા 88,000 કરતાં વધુ મતોથી સાતમી વખત વિજેતા જાહેર થયા
અપ્રચાર કરવા છતાં જીત્યા છે પૂરી લોકસભા બેઠકના મતદારોનું કામ કરીશું : મનસુખભાઈ વસાવા
અમો હારયા છીએ જ્યાં સુધી છું લોકોના કામ કરતા રહીશું : ચૈતરભાઇ વસાવા
ભરૂચ લોકસભા બેઠક પર રસાકસી ભર્યા ચૂંટણી જંગમાં મતગણતરીના અંતે સાતમી વાર ભાજપના મનસુખ વસાવા એ 84 હજાર કરતાં વધુ મતો તે લોકસભા બેઠક ઉપર વિજય થયો હતો
ભરૂચ લોકસભાની સાત વિધાનસભામાં 13 ઉમેદવારો ચૂંટણી જંગમાં ઊભા હતા જેમાં 11,91,000 કરતાં વધુ મતદારોએ ઈવીએમ નું બટન દબાવીને ભરૂચના ઉમેદવારોનું ભાવી નક્કી કર્યું છે જો ભરૂચ લોકસભા બેઠક ઉપર સાતમી વાર લોકસભાની ચૂંટણી લડી રહેલા મનસુખભાઈ વસાવા અને ઇન્ડિયા ગઠબંધનના આપના ઉમેદવાર ચૈતરભાઇ વસાવા વચ્ચે સીધો જંગ ખેલાયો હતો જ્યારે સાતમી વાર ભરૂચના ઉમેદવાર સાંસદ મનસુખભાઈ વસાવા બે લાખ કરતા વધુ મતોથી વિજેતા જાહેર થઈસુ ના દાવા કર્યા હતા બીજી તરફ ઇન્ડિયા ગઠબંધન આપના ઉમેદવાર ચૈતરભાઇ વસાવા દ્વારા 50,000 થી વધુ મતથી જીતીશું ના દાવા કર્યા હતા ત્યાં આજે ભરૂચની કે જે પોલિટેકનિકલ કોલેજ બિલ્ડીંગ ખાતે લોખંડી પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાયેલી મત ગણતરીમાં પ્રથમ રાઉન્ડથી લઈ 22 માં રાઉન્ડ સુધીમાં ભરૂચના ઉમેદવાર મનસુખભાઈ વસાવા લીડ જાળવી રાખી હતી અને 22 માં રાઉન્ડના અંતે મનસુખભાઈ વસાવાને 5, 97,438 મતો મળ્યા હતા ત્યારે ચૈતરભાઇ વસાવાને 5 03011 મત મળ્યા હતા જ્યારે બાપ પાર્ટીના ઉમેદવાર દિલીપ છોટુ વસાવા માંડ 9000 કરતા વધુ મતો મેળવી શક્યા હતા ત્યારે 22 માં રાઉન્ડના અંતે મનસુખભાઈ વસાવા 88,000 કરતાં વધુ મતે બીજી થયા હતા. તેમણે મીડિયાને કહ્યું હતું કે અમો ધાર્યા કરતા ઓછા મતો થી વિજય થયા છીએ અમારી વિરુદ્ધ ઘણો અપ્રચાર થયો છે અને સરકાર વિરુદ્ધ પણ અપ્રચાર કરવામાં આવ્યા હતા પરંતુ તેમ છતાં અમે અઠ્યાસી હજાર કરતાં વધુ મતોથી વિજેતા થયા છીએ અને અમે કોઈ પણ ભેદભાવ વગર તમામ લોકોના કામો કરીશું
ત્યારે ઇન્ડિયા ગઠબંધનના આપના ઉમેદવાર ચૈતરભાઇ વસાવા મીડિયા ને કહ્યું હતું કે અમે ઓછા મતે હાર્યા છીએ પરંતુ અમે ઘણું શીખ્યા છીએ ભરૂચ લોકસભા બેઠકના તમામ લોકોના આભાર માન્યો છે અને હું ધારાસભ્ય છુ લોકોના કામો કરતો રહીશ જે લોકો બે પાંચ લાખ મતથી જીતવાના દાવા કરતા હતા તેઓને જિલ્લાની પ્રજાએ બતાવી દીધું છે કે તેવો ક્યાં છે
ત્યારે જિલ્લા કલેકટર એવા ચૂંટણી અધિકારી તુષાર સુમેર એ કહ્યું હતું કે લોકસભા બેઠક ઉપર શાંતિપૂર્ણ રીતે મતદાનની સાથે મતોની ગણતરી પૂર્ણ થઈ છે સર્વેનો આભાર વ્યક્ત કરીએ છીએ