ભરૂચ જિલ્લાના ચાવજ ગામે રૂપિયા એક લાખથી વધુ નો ભારતીય બનાવટ નો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી ક્રાઈમ બ્રાન્ચ
ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે દારૂ જુગારને લગતી પ્રોહિબિટેડ પ્રવૃત્તિને અટકાવવા માટે ભરૂચ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બુટ લેગરો પર સતત વોચ રાખવામાં આવી હતી, તે દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, તે સમયે બાતમી આધારે ચાવજ ગામે SNPS સ્કૂલ પાસેથી પોલીસે રૂપિયા 1 લાખથી વધુ નો ભારતીય બનાવટ નો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.
ભરૂચ જિલ્લામાં આગામી દિવસોમાં લોકસભાની સામાન્ય ચૂંટણી વર્ષ- 2024ના પરિણામો જાહેર થવાના છે, જેને ધ્યાનમાં રાખીને ભરૂચ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ભરૂચ ક્રાઈમ બ્રાન્ચ ની અલગ અલગ ટીમ વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ કામગીરી કરતી હોય, તથા બુટલેગરો પર સતત વોચ ગોઠવેલ હોય, તે દરમિયાન શહેર વિસ્તારમાં એક ટીમ ના પો. સ. ઇ. ડી. ઓ. તુવર ને બાતમી મળેલ કે ચાવજ ગામે SNPS સ્કૂલની પાછળના ભાગમાં રહેણાક મકાનમાં ભારતીય બનાવટ નો વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખવામાં આવ્યો હોય આ ચોક્કસ બાતમીના આધારે ભરૂચ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા ચાવજ ગામે SNPS સ્કૂલની પાછળના ભાગમાં શિવાંગ વિલાસ સોસાયટીમાં પોલીસ રેડ પાડવામાં આવતા આ મકાનમાંથી ભારતીય બનાવટ નો વિદેશી દારૂનો જથ્થો જેમાં બોક્સ નંગ 26 કુલ બોટલ નંગ 1323 કિંમત રૂપિયા 1, 32, 300 -/ નો જથ્થો ઝડપી પાડ્યો છે, પોલીસ રેડ દરમિયાન આરોપી સુનિલ રમેશ પટણવાડીયા ઘટના સ્થળ પરથી નાસી છૂટ્યો હોય આથી આરોપી સુનિલ રમેશ પટણવાડીયા ને પોલીસે ફરારી જાહેર કરી ક્રાઈમ બ્રાન્ચે ભારતીય બનાવટ નો વિદેશી દારૂનો જથ્થો કિંમત રૂપિયા 1,32,300-/ જપ્ત કરી આગળ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.