Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ચોરીની બે મોટર સાયકલ સાથે ભરૂચ એલ સી બી પોલીસે બે આરોપીઓને ઝડપી પાડયા

Share

ચોરીની બે મોટર સાયકલ સાથે ભરૂચ એલ સી બી પોલીસે બે આરોપીઓને ઝડપી પાડયા…

ભરૂચ એલ સી બી પોલીસે ભરૂચ શહેર સી-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરીના બે મોટરસાઇકલ સાથે બે આરોપીઓને ઝડપી પાડયા હતા.એલ.સી.બી.ના પોલીસ સબ ઇન્સપેક્ટર ડી.એ.તુવર ટીમ સાથે ભરૂચ શહેરમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા, તે દરમિયાન બાતમી હકીકત મળી હતી કે ભરૂચ શહેરમાં દુબઇ ટેકરા વિસ્તારમાં બે ઇસમો ચોરીની બાઇક લઇને વેચવાના ઇરાદે ફરી રહ્યા છે. જે બાતમીના આધારે એલ.સી.બી.ટીમે વોચ ગોઠવી હતી. ઉપરોક્ત ઇસમો નંબર પ્લેટ વગરની એક્ટીવા તથા સ્પ્લેન્ડર મો.સા લઈને આવતા જણાતા બન્ને ઇસમોને પોલીસે ઝડપી પાડયા હતા. મોટરસાઇકલના દસ્તાવેજો કે આધાર પુરાવાઓ માંગતા તેઓ પાસે ન હતા. પોલીસે પોકેટકોપ મોબાઇલ મારફતે એક્ટીવાના એન્જીન/ચેસીસ નંબર આધારે વિગત મેળવતા એક્ટીવા તથા સ્પ્લેન્ડર મોટરસાઈકલના માલિક વિશે માહિતી મળી હતી. મળેલ, જે આધારે તપાસ કરતા આ બન્ને મોટરસાઇકલ તાજેતરમાં ચોરી થયેલ હોવાનું જાણવા મળ્યું હતું. પકડાયેલ ઇસમની ઉંડાણપુર્વક અને સઘન પુછપરછ હાથ ધરતા તે ભાંગી પડેલ અને કબૂલ્યું હતું કે ગત તા.૨૭/૦૫/૨૦૨૪ ના મોડી રાત્રી દરમ્યાન સ્પેલન્ડર મો.સા જે મિપ્કો ચોકડી જી.આઇ.ડી.સી. ભરૂચ ખાતેથી તથા એક્ટીવા ઓસારા રોડ ઉપર આવેલ ચામુંડા ગેરેજની બાજુમાં આવેલ મંદિર પાસેથી ચોરી કરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી ૩૬,૦૦૦ નો મુદ્દામાલ કબજે કરી
આરોપીઆ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી ભરૂચ શહેર સી-ડિવિઝન પોલીસ મથકમાં સોંપવામાં આવ્યા છે…

Advertisement

Share

Related posts

લીંબડી તાલુકાના જાખણ ખાતે ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશનું ત્રિ-વાર્ષિક અધિવેશન યોજાયું

ProudOfGujarat

માંગરોળ તાલુકાનાં વાંકલ, વેરાકુઈ, માંડળ ગામે શિવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

વડોદરાના વુડા સર્કલ ખાતે અકસ્માત ઝોનના પ્રશ્નનું નિરાકરણ લાવવા આવેદનપત્ર પાઠવાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!