કતલ કરવાના ઇરાદે લઇ જતા ગૌવંશ સાથે ચાર ઇસમોને વાગરા પોલીસે ઝડપી પાડયા…
ઓરા ગામથી કતલ કરવાના ઇરાદે જીપ ટેમ્પોમાં લઇ જવાતા ગૌવંશ સાથે વાગરા પોલીસે ચાર ઇસમોને ઝડપી પાડયા હતા. પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર
કોરા ગામથી એક ટાટા કંપનીનો ACE જીપ ટેમ્પો નંબર. GJ-16-AU-0060 માં કતલ કરવાના ઇરાદેથી ગૌવંશ ભરી ચોરી છુપી ટંકારીયા ગામે લઈ જઈ રહ્યા છે. જેની બાતમી મળતા વાગરા પોલીસ પેટ્રોલીંગમાં સ્ટાફના માણસોને અલગ-અલગ ટીમો બનાવી ઓરા ગામથી સુડી ગામ વચ્ચે કેનાલના રોડ ઉપર વાહન ચેકીંગ હાથ ધર્યું હતું. તે દરમ્યાન બાતમી મુજબ એક ઉપરોકત લાલ કલરના ટાટા ACE જીપટેમ્પો આવતા પોલીસે રોકી સાઈડમાં પાર્ક કરાવી તપાસ કરતા ટેમ્પોમાં ખીચોખીચ ગૌવંશ ગાય- ૦૨ ભરેલ મળી આવ્યા હતા.
ગૌવંશને અતિકૃરતા પુર્વક ટુકી દોરી વડે બાંધી તેઓને ખાવા માટે કોઇ ઘાસ ચારો કે પાણીની વ્યવસ્થા ન રાખી તથા પશુ હેરાફેરી કરવા માટેની પાસ પરમીટ વગર પશુઓની હેરાફેરી કરી રહ્યા હોઈ ટેમ્પોમાં ભરેલ ગાયો નંગ-૦૨ જેમાં એક કાળા તથા સફેદ કલરના પટ્ટાવાળી જર્સી ગાય છે. જે ગાયની કિંમત આશરે રૂ. ૫,૦૦૦/- તથા બીજી ગાય લાલ કલરની ગીર ગાય છે. જેની કીમત રૂપીયા ૫,૦૦૦/- ગણી કુલ-૦૨ ગાયોની આશરે કિંમત ૧૦,૦૦૦/- ગણી તથા ઉપરોક્ત ટાટા ACE જીપટેમ્પો નંબર GJ-16-AU-0060 જેની આશરે કિ.રૂ. ૫૦,૦૦૦/- તથા આરોપીઓની અંગ ઝડતી કરતા સાદો મોબાઈલ ફોન જેની આશરે ક્રીમત રૂપીયા ૫૦૦/- તથા રોકડા રૂપીયા ૫,૨૦૦/- તથા એક એંડ્રોઈડ ફોન જેની આશરે કીમત રૂપીયા ૫૦૦૦/- મળી તમામ મુદ્દામાલ કુલ કિ.રૂ ૭૦,૭૦૦/- નો મુદ્દામાલ પોલીસે કબજે કરી ભિખાભાઈ ત્રીભોવનભાઈ વસાવા, મહેશભાઈ રાયસિંગભાઇ વસાવા બન્ને રહે- ટંકારીયા, ઈમરાન યુનુસભાઈ દીવાન, વિજયસિંહ ખુમાનસિંહ રાજ બન્ને રહે. ઓરા ગામની ધરપકડ કરી જ્યારે અલ્તાફભાઈ યુનુસભાઈ બાબરીયા રહે. ટંકારીયા નાને વોન્ટેડ જાહેર કરી ચારેય આરોપીઓ વિરુધ્ધ પશુ સંરક્ષક સુધારા અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે…