Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

હલદરવા ગામ નજીક ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા ભાઇ – બહેનના કરુણ મોત..

Share

હલદરવા ગામ નજીક ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા ભાઇ – બહેનના કરુણ મોત..

કરજણ :- વડોદરાના કરજણ તાલુકાના ને.હા.48 પરના હલદરવા ગામ નજીક ટ્રકમાં બાઇક ઘૂસી જતા બાઇક પર સવાર ભાઇ અને બહેનના કરુણ મોત નિપજતા ભારે અરેરાટી વ્યાપી જવા પામી હતી. પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર એક ટેકનિકલ ખામીને કારણે રોડ ઉપર બંધ હાલતમાં પડેલી ટ્રકની પાછળ ધડાકાભેર નોકરી અર્થે જતાં બાઈક સવાર ભાઈ-બહેન ઘૂસી જતાં શરીરે જીવલેણ ઈજાઓને પગલે ભાઈનું ઘટના સ્થળે જ્યારે બહેનનું સારવાર દરમિયાન કરુણ મોત નિપજતા પરિવારમાં ઘેરા શોકની લાગણી પ્રવર્તી છે.

Advertisement

પાલેજ ખાતે જહાંગીર પાર્ક ખાતે રહેતાં વસીમ યુસુફભાઈ મન્સૂરી ઉ.વ.22 અને તેમની પરણીત બહેન સાહિસ્તા બંને ભાઈ બહેન ભરૂચ ખાતે આવેલ અશોક લેલન કંપનીમાં નોકરી કરતાં હતાં. અને મોટર સાઇકલ લઈને અપ ડાઉન કરતાં હોવાનું જાણવા મળે છે. નિત્યક્રમ મુજબ બંને ભાઈ બહેન મોટર સાઇકલ સવારને લઈને ભરૂચ નોકરી અર્થે જવા નીકળ્યાં હતાં. તે દરમિયાન ને.હા. નં.48 પર કરજણ તાલુકાના હલદરવા ગામ નજીક આવેલ ઇસ્મુ પાર્ટી પ્લોટની સામે વડોદરાથી ભરૂચ ટ્રેક ઉપરથી પસાર થતી વેળાએ એક ટેકનિકલ ખામી ને કારણે રોડ ઉપર બંધ હાલતમાં ઊભી રહેલી ટ્રકની પાછલ ધડાકાભેર બાઈક અથડાઈ હતી. જેને પગલે બાઈક ચાલક વસિમને શરીરે જીવલેણ ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે કરુણ મોત નિપજ્યું હતું. જ્યારે બાઈક પાછલ બેઠેલી બહેન સાહિસ્તા મોઈન મન્સૂરી ઉ.વ.24 મૂળ રહે. ચામેઠા તા. નસવાડી ને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં પ્રથમ ભરૂચ સરકારી દવાખાને અને વધુ સારવાર અર્થે વડોદરા SSG ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેણીનું સારવાર દરમિયાન મોત નીપજતાં પોલીસે અકસ્માત મોત હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

:- યાકુબ પટેલ..કરજણ…


Share

Related posts

ભરૂચ : સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનાં ભયથી કોંગ્રેસ એકશનમાં, જિલ્લા અને તાલુકા પંચાયતનાં 50 થી વધુ ઉમેદવારોને કરાયા નજર કેદ.

ProudOfGujarat

ચાંચવેલ ગામનાં ત્રણ યુવાનો આમોદ તાલુકાનાં દેનવા ગામનાં દરિયા કિનારે પાણીમાં નાહવા પડતા ત્રણમાંથી એકનો આબાદ બચાવ.

ProudOfGujarat

આમોદ તાલુકાનાં સરભાણ ગામ ખાતે સગીરાને ભગાડી જનારને પોલીસે 3 વર્ષ પછી ઝડપી લીધો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!