ભરૂચમાં છ જેન સાધ્વી સહિત એક છોડવા પડેલા વ્યક્તિ પર પણ હુમલો..
દેરોલ ગામના પાટિયા નજીક આજ રોજ ૬ જૈન સાધ્વીજી ભગવંત ઉપર હુમલો કર્યો હતો.
ભરૂચ થી દેરોલ સુધી એક ઈસમ દ્વારા પીછો કરી કરાયો હુમલો.
બનાવની મળતી વિગત અનુસાર જૈન સાધ્વીજી ભગવંત આજ રોજ તેમના નિત્ય ક્રમ મુજબ સવારે ૪. ૩૦ કલાકે ભરૂચ શ્રીમાળીપોળ ખાતે થી તેવોની પદ યાત્રા આરંભી હતી.ત્યારે મહંમદ પુરા થી એક વ્યક્તિ તેવોનો પીછો કરવાનો શરૂ કરેલ હતું. આ વ્યક્તિ એ તેમનો પીછો કરતા કરતા બુમો પાડી તેમને ડરવાની પ્રયત્ન કર્યો હતો અને પદયાત્રા દરમિયાન નજીક આવનો પણ પ્રયત્ન કર્યો હતો. દેરોલ નજીક અત્યંત નજીક આવનો પ્રયત્ન કરતા જૈન સાધ્વીઓ એ તેને મૌખિક સૂચના આપી દૂર રહેવાનું જણાવ્યું.તે દરમિયાન ઉશ્કેરાયેલા ઈસમ એ પોતાના કમર પટ્ટા દ્વારા ૬ સાધ્વીજી ભગવંતતો ને માર મારવાનું શરૂ કરી દીધું. જે દરમિયાન ૧ સાધ્વીજી ને ધક્કો મારી દૂર પણ ફેંકી દીધા હતા.આ બનાવ ને જોતા રસ્તા પર થી પસાર થતા એક શાકભાજી વાળાએ વચ્ચે પડી સાઘ્વીજી ઓ ને બચવાનો પ્રયત્ન કરતા ઇસ્માઈ ઈસમએ શાકભાજી વાળાને પણ પટ્ટાથી અને પથ્થર મારી ભાગી છૂટ્યો હતો.જ્યાં આ સમગ્ર ઘટના બીજા સ્થાનિકો અને ગ્રામજનો ને ખબર પડતાં મારનાર ઈસમ ની શોધખોલ કરતા તેને દેરોલ ચોકડી પાસે થી પકડી મેથીપાક ચખાડી પોલીસ ને હવાલે કર્યો હતો. આ બનાવ સંદર્ભે તાલુકા પોલીસ મથકે આ મામલે જૈન સમાજના લોકોએ ફરિયાદ નોંધાવતા પોલીસે ઘટના અંગે કાર્યવાહી હાથધરી છે..