ભરૂચ એલ સી બી પોલીસે કરગટ ગામની સીમમાં ફાર્મહાઉસમાંથી ચોરાયેલ બોરવેલના લોખંડના ઓજારોને વેચાણ લેનાર આરોપીને ઝડપી પાડયો…
ભરૂચ એલ સી બી પોલીસે કરગટ ગામની સીમમાંથી ચોરી થયેલા બોરવેલના લોખંડના સામાનને વેચાણ લેનાર આરોપીને બોરસદ નજીક નાપા ગામેથી ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે જ્યારે અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. ઝડપાયેલા આરોપી પાસેથી પોલીસે રૂપિયા ૧૩,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર બે દિવસ પુર્વે ભરૂચના નબીપુર પોલીસ મથક વિસ્તારના કરગટ ગામની સીમમાં ને.હા.૪૮ ની બાજુમાં આવેલ ફાર્મહાઉસમાંથી જાન્યુઆરી/૨૦૨૪ તથા એપ્રીલ/૨૦૨૪ એમ બે વખત બોરવેલ (ટ્યુબવેલ) ના લોખંડના ઓજારો (સ્પેરપાર્ટો) ની થયેલ ચોરીના ૦૨ ગુનાઓ શોધી કાઢવામાં આવ્યા છે. ગુનામાં સંડોવાયેલ આરોપી શાહનાવાઝ ઉર્ફે શાનુએ પુછપરછમાં જણાવેલ હતુ કે ચોરીનો માલ બોરસદ તાલુકાના નાપા તળપદ ગામમાં લોખંડનો ડેલો ચલાવતા વસીમઅલી વારીસઅલી સૈયદનાએ વેચાણ લઇ તેને ભાવનગર લોખંડ ઓગાળવાની કંપનીમાં વેચ્યો હોવાનું તપાસ દરમ્યાન જણાઇ આવ્યું હતુ.
ઉપરોક્ત ગુનામાં ચોરીનો માલ વેચાણ રાખનાર આરોપી વસીમ અલીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. આ ગુનામાં વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા એલ.સી.બી.ના પો.સ.ઇ. ડી.એ.તુવરની ટીમ સતત પ્રયત્નશીલ હતી. દરમ્યાન હકિકત મળેલ કે કરગટ ગામની સીમમાં ફાર્મહાઉસમાંથી ચોરાયેલ મુદ્દામાલને વેચાણ લેનાર આરોપી વસીમઅલી બોરસદ નજીક હોવાની પોલીસને બાતમી મળતા એલ.સી.બી.ની ટીમને બોરસદ ખાતે તપાસમાં મોકલી ટેક્નિકલ સર્વેલન્સની મદદથી આરોપીને નાપા તળપદ ગામેથી ઝડપી પાડી વધુ પુછપરછમાં આરોપી બોરસદ તાલુકાના નાપા તળપદ ગામે ભંગારનો ડેલો ચલાવતો હોય ડેલામાં આવતો ભંગાર મહીનામાં એક-બે વખત ભાવનગર આપવા જતા હોવાથી, હાઇવે ઉપર આ બોરવેલના ઓજારોની ચોરી કરનાર આરોપીઓ મળેલ અને વાતચીત દરમ્યાન ભરૂચ હાઇવે ઉપરથી ચોરી કરેલ બોરવેલના ઓજારો વેચવાનું કહેતા, ચોરીનો માલ ખરીદ કરી, દલાલી મેળવી ભાવનગરમાં આવેલ હદીદ ઇસ્પાત નામની લોખંડ પીગાળવાની કંપનીમાં સંપર્ક કરી આ ચોરીનુ મટીરીયલ વેંચી નાંખેલ હોવાની હકિકત જણાવતા, આરોપીએ સંપર્ક કરેલ ઇસમને વોન્ટેડ જાહેર કરી, ચોરીનો માલ ખરીદનાર આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છ. આરોપીને નબીપુર પોલીસ મથકમાં સોંપવામાં આવ્યો છે. આ ગુનાની આગળની વધુ તપાસ નબીપુર પોલીસ મથકના પોલીસ સબ ઇન્સપેક્ટર એસ.આર. મેધાણી ચલાવી રહ્યા છે…
:- યાકુબ પટેલ..પાલેજ…