રાજકોટમાં ગઈકાલે કાલાવડ રોડ પર આવેલા TRP ગેમ ઝોન માં સાંજના સુમારે આગની ગોઝારી દુર્ઘટના બનતા અનેક જિંદગી મોતના મુખમાં ધકેલાઈ ગઈ, આ ગોઝારી ઘટના બાદ ભરૂચ પ્રશાસન દ્વારા ભીડભાડવાળા વિસ્તારોમાં ફાયર સેફ્ટીના સાધનોની તપાસ કરવામાં આવી છે. જો ઉચ્ચ અધિકારીઓ દ્વારા ના ના અપાય હોત તો ભરૂચ પણ આવા કોઈ અકસ્માતની રાહમાં હોય તેવું લાગે છે? અકસ્માત બાદ ગાઢ નિંદ્રામાંથી જાગતું ભરૂચ પ્રશાસન અન્ય શહેરોમાંથી કેટલી શિખામણ મેળવે છે તે જોવું રહ્યું!
ગઈકાલે રાજકોટમાં સાંજના સુમારે TRP ગેમ ઝોન માં મોતનું અગ્નિકાંડ થતા 26 થી વધુ આશાસ્પદ જિંદગીઓ મોતના મુખમાં ધકેલાઈ ચૂકી છે, ત્યારે ભરૂચ નગરપાલિકા દ્વારા રાજ્ય સરકારની સૂચના તથા ફાયર વિભાગની સૂચના ને અનુસંધાને ભરૂચની આસપાસ આવેલ નાના- નાના ગેમઝોન, મોલ કે ભીડભડવાળા વિસ્તારોમાં ફાયર સેફટી ના સાધનોની ચકાસણી નું વ્યંગ્યાત્મક કામ કરવામાં આવી રહ્યું છે! તેમ ફાયર ઓફિસરે જણાવ્યું હતું. અત્રે નોંધનીય છે કે હાલ સરકાર તથા ઉચ્ચ અધિકારીઓ દ્વારા સુચના આપવામાં આવી છે, તે માટે પ્રશાસન ગઈકાલે રાજકોટમાં બનેલી ઘટના બાદ સફાળું જાગ્યું અને આજે ફાયર સેફ્ટીના સાધનોની ચકાસણી કરવામાં આવી રહી છે, તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે જો આ પ્રકારનો બનાવ ન બન્યો હોત તો ભરૂચ પ્રશાસન કે ફાયર વિભાગ ગાઢ નિંદ્રામાં પોઢી રહ્યું હોત અત્રે મળેલ માહિતી મુજબ ભરૂચ ફાયર વિભાગના અધિકારીઓ જણાવે છે કે, રાજ્ય સરકારની સૂચના અનુસાર ભરૂચની આસપાસના વિસ્તારોમાં ફાયર સેફટીની ચકાસણી હાથ ધરેલ છે!!! તો શું રાજ્ય સરકાર કે ફાયર શાખાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જાણ કરવામાં ન આવી હોત તો ભરૂચ ફાયર દ્વારા આ પ્રકારની ચકાસણી કરવામાં આવે કે કેમ તે પ્રશ્ન સર્જાયો છે??
ઉલ્લેખનીય છે કે આ અગાઉ વર્ષ 2019 માં સુરતના તક્ષશિલા આર્કેડમાં ફાયર સેફટી ના સાધનોના અભાવે 22 આશાસ્પદ બાળકો મોતના મુખમાં ધકેલાયા હતા, અમદાવાદના ગોતા વિસ્તારની ઘટના હોય કે પછી અમદાવાદના બોપલમાં બનેલી ફાયર સેફટી ના સાધનોના અભાવે મોતના મુખમાં હોમાયેલી જિંદગીઓ હોય, મોરબીમાં ઝુલતાપુલમાં બનેલી દુર્ઘટના હોય કે તાજેતરમાં બનેલ હરણી બોટકાંડમાં પણ અનેક નાના ભૂલકાઓ ની જિંદગી મોતના મુખમાં ધકેલાઈ હતી આ તમામ પ્રકરણો તપાસ, છાનબીન કે કોઈ ઠોસ પુરાવા સરકારને મળ્યા નથી, જે કેસ ચાલી રહ્યા છે તેમાં પણ તમામ આરોપીઓને જામીનમુક્ત કરાયા છે, આમાં ગઈકાલે રાજકોટમાં TRP ગેમ ઝોનમાં આગ લાગતા સમગ્ર રાજ્યમાં હૃદય કંપાવનાર ગોઝારો અકસ્માત બન્યો હોય તેમ કહી શકાય છે,
ત્યારે ભરૂચ પ્રશાસન દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે ઉચ્ચ અધિકારીઓની સૂચના અનુસાર અમો ફાયર સેફટી ના સાધનોનું નિરીક્ષણ કરી રહ્યા છીએ !,અત્રે નોંધનીય છે કે જો ઉચ્ચ અધિકારીઓની સૂચના મળેલ ન હોય તો પ્રશાસન દ્વારા ફાયર સેફટી ના સાધનોની ચકાસણી કરવામાં ન આવત?? હજુ પણ મોરબી, વડોદરા કે સુરતની માફક ભરૂચ પ્રશાસન પણ કોઈ મોટા અકસ્માતની રાહમાં છે કે શું ?