કોળી ઠાકોર સમાજ બાબતે રાજુગીરી બાપુ દ્વારા કથિત વાણી વિલાસના વિરોધમાં કરજણ પોલીસ મથકમાં ફરિયાદ આપવામાં આવી…
વડોદરાના કરજણ પોલીસ મથકમાં કોળી ઠાકોર સમાજ વિશે રાજુગીરી બાપુ દ્વારા કથિત વાણી વિલાસ બાબતે કોળી સમાજ દ્વારા ફરિયાદ આપવામાં આવતા મુદ્દો ચર્ચાનો વિષય બનવા પામ્યો છે. કોળી સમાજના લોકોનો આક્ષેપ છે કે રાજુગીરી બાપુએ કોળી ઠાકોર સમાજની લાગણી દુભાય તેવું નિવેદન કર્યુ છે. ગત તા. ૧૯ મે ના રોજ સોસીયલ મીડિયામાં એક ચેનલ પર રાજુગીરી બાપુ દ્વારા કથામાં કોળી ઠાકોર સમાજ વિશે કથિત જાતી વિષયક શબ્દો બોલી સમાજની લાગણી દુભાય તેવી ટિપ્પણી કરી હતી.
જે બાબતે કરજણ ખાતે ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. જેમાં સોસીયલ મીડિયામાં રાજુગીરી બાપુ કથામાં બોલે છે કે આપણા સમાજની દીકરીઓ કોળી ઠાકોર સમાજમાં લગ્ન કરે છે તે સમાજ સંસ્કાર વિનાની સમાજ છે. એવો આક્ષેપ કરવામાં આવ્યો છે. અભદ્ર ટિપ્પણી ને લઈ ઠાકોર સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં પણ ઠેરે ઠેર ક્ષત્રિય ઠાકોર સમાજના લોકોમાં રોષ જોવા મળી રહયો છે ત્યારે આવેદનપત્ર અને ફરિયાદો આપવામાં આવી રહી છે. કરજણમાં પણ આજરોજ ક્ષત્રિય ઠાકોર સેના તેમજ ઠાકોર સમાજ દ્વારા રાજુગિરી એ કરેલ કથિત વાણી વિલાસ બાબતે કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી…
:- યાકુબ પટેલ.. કરજણ…