અંકલેશ્વર સરફૂદિન ગામમાં દબાણ હટાવાની કામગીરી હાથ ધરાતા દોડધામ મચી જવા પામી હતી તે દરમ્યાન સાત જેટલા મકાનો દબાણમાં આવતા ગ્રામજનોએ પાંચ દિવસની મુદ્દત માંગી હતી.
અંકલેશ્વરના સરફૂદીન ગામની જમીન અમદાવાદથી મુંબઈ વચ્ચેની ગુડ્ઝ ટ્રેન વ્યવહાર માટે જમીન સંપાદિત કરવામાં આવી હતી. જેમાં ગામના ૭ જેટલા કાચા મકાનો આ રેલ્વે કોરિડોરમાં દબાણમાં આવતા હતા જે માટે આ દબાણો હટાવવા માટે વહીવટી તંત્ર દ્વારા આ દબાણ હટાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર તાલુકાના સરફૂદિન ગામના ૭ જેટલા મકાનો ગુડ્ઝ રેલ્વે કોરિડોરના દબાણમાં આવતા હોવાથી અંકલેશ્વર તાલુકા વિકાસ અડીકારી વનિતા પટેલ, માલતદાર કચેરીનો કાફલો, જમીન સંપાદન કચેરી તેમના માણસોના સ્ટાફ સાથે તાલુકા પોલીસ મથકની ટીમ પહોચી હતી ને દબાણ હટાવવાની કામગીરી હાથ દ્ધારી હતી આ દરમ્યાન વળતર અંગેનું વિવાદ થતા અને મકાન માલિકોએ પાંચ દિવસની મહોલત માંગતા વહીવટી તંત્રે માન્ય રાખી હતી.
કુલ ૭ જેટલા કાચા મકાનો પૈકી ૫ મકાનોનો કબજો ધરાવનાર માલિકોએ સરકાર પાસે નાણાકીય વળતર ની માંગની કરી હટી. તે પૈકી ૫ મકાન ધારકોએ તેમના મકાન સરકારી જમીન માં જ બાંધ્યા હોવાથી તેમના વળતરની માંગણી ગેરવ્યાજબી હતું. આ દરમ્યાન ટીડીઓ વનિતા પટેલને સમસ્ત ગ્રામજનોએ ૫ દિવસની મુદ્દત માંગતા પાંચેય દબાણ કર્તાઓએ ૫ દિવસની મહોલટ માંગી આ દરમ્યાન તેઓ પોતાની જાતે મકાનો દૂર કરી દેવાની ખાતરી આપી હતી. જેથી વહીવટી તંત્ર દ્વારા મહોલત આપવામાં આવી હતી.
હાલ એલ.એન.ટી કંપની દ્વારા સૂચિત ગુડ્ઝ ટ્રેન માર્ગને કામગીરીનો પ્રારંભ કરાયો હતો જેમાં સરફૂદિન ગામે ૭ જેટલા કાચા મકાનોનો દબાણમાં સમાવેશ થાય છે. ત્યારે ૫ દિવસની મહોલત બાદ હવે દબાણ હટાવવાની કામગીરી પૂનઃ આગળ ધપશે તેમ લાગી રહ્યું છે.
(યોગી પટેલ)