કરજણ ખાતે રેસ્ક્યુ ક્રાફટ બોટનું સફળ ટેસ્ટિંગ કરવામાં આવ્યું…
કરજણ :- વડોદરાના કરજણ ફાયર વિભાગને સ્ટેટ ફાયર સર્વિસ તરફથી રેસ્ક્યુ ક્રાફટ બોટ ફાળવવામાં આવી છે. ફાળવવામાં આવેલી રેસ્ક્યુ ક્રાફટ બોટનું નગરના જુનાબજાર સ્થિત વિવેકાનંદ તળાવ ખાતે ગુજરાત સ્ટેટ કરજણના સ્ટેશન ફાયર અધિકારી અભિષેક સાવંતના નેતૃત્વ હેઠળ સફળતા પૂર્વક ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. ફાળવવામાં આવેલી રેસ્કયુ ક્રાફટ બોટ આકસ્મિક ઘટના સમયે એક સાથે બે થી પાંચ વ્યક્તિઓને બચાવવાની ક્ષમતા ધરાવે છે તેમજ પાણીની અંદર એક કિમી દૂર સુધી જઈ રેસ્ક્યુ કરી જીવ બચાવવા સક્ષમ હોય છે. રેસ્ક્યુ ક્રાફટ બોટ કરજણ ફાયર વિભાગને ફાળવવામાં આવતા કરજણ નગર સહિત તાલુકામાં આકસ્મિક ઘટના સમયે ખુબ જ ઉપયોગી નીવડશે…
Advertisement