Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

સ્માર્ટ મીટરના વિરોધમાં ભરૂચ આમ આદમી પાર્ટી ના પ્રમુખ પિયુષ પટેલ દ્વારા વિસ્તૃત આવેદન

Share

સ્માર્ટ મીટરના વિરોધમાં ભરૂચ આમ આદમી પાર્ટી ના પ્રમુખ પિયુષ પટેલ દ્વારા વિસ્તૃત આવેદન
મીટરના વિરોધમાં આમ આદમી પાર્ટી ભરૂચ જિલ્લા પ્રમુખ દ્વારા મુખ્યમંત્રીને સંબોધીને વિસ્તૃત આવેદન પત્ર જિલ્લા કલેકટર સમક્ષ પાઠવવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતના વિવિધ મહાનગરોમાં આ મીટર લગાવતા મધ્યમ વર્ગીય પરિવારો માટે સ્માર્ટ મીટર મરણતોલ ઘાસ સમાન છે, તેમ જણાવ્યું હતું. ઉપરાંત પંજાબ અને દિલ્હીની માફક ગુજરાતમાં પણ મધ્યમ વર્ગીય પરિવારોને 200 યુનિટ વીજળી વિનામૂલ્યે આપવા માટે પણ આવેદન પત્રમાં જણાવ્યું છે.

એક તરફ પ્રજા મોંઘવારીના મારથી પીડાઈ રહી છે તો બીજી તરફ વીજ કંપનીઓ દ્વારા સ્માર્ટ મીટર લગાવી મધ્યમ વર્ગીય પરિવારો ને મુશ્કેલીમાં મૂક્યા છે, આમ આદમી પાર્ટીના ભાજપ જિલ્લા પ્રમુખ પિયુષભાઈ પટેલ દ્વારા મુખ્યમંત્રીને સંબોધીને એક આવેદનપત્ર જિલ્લા કલેકટર સમક્ષ પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યું છે કે ગુજરાતમાં મધ્યમ વર્ગીય અને સીમિત આવક ધરાવતા પરિવારો વધુ પ્રમાણમાં વસવાટ કરે છે વીજ કંપની દ્વારા સ્માર્ટ મીટર લગાવવાનું શરૂ કરવામાં આવ્યું છે જેના કારણે સીમાંત આવક ધરાવતા મધ્યમ વર્ગીય પરિવારો તથા ફિક્સ પે માં કામ કરતા નોકરિયાતો માં રોશની લાગણી જોવા મળી છે, ગુજરાતના અનેક જિલ્લા સુરત વડોદરા, સુરેન્દ્રનગર, રાજકોટ , જામનગર સહિતના લોકોએ સ્વયંભૂ સ્માર્ટ મીટરનો વિરોધ કર્યો છે, આ વિરોધમાં આમ આદમી પાર્ટી પોતાનું સમર્થન જાહેર કરે છે, ગુજરાતમાં 34 લાખથી વધુ પરિવારો મધ્યમ વર્ગીય સ્થિતિમાં પોતાનું ગુજરાન ચલાવતા હોય છે, આવા પરિવારોને દિલ્હી અને પંજાબની માફક 200 યુનિટ વીજળીના વિનામૂલ્યે આપવા જોઈએ તેમ પણ આવેદનપત્રમાં જણાવ્યું છે.
ગુજરાતમાં મોટાભાગના પરિવારો માટે સ્માર્ટ મીટર મરણતોલ ઘાસમાન નીવડ્યો છે , વીજળીની વાત કરીએ તો ગુજરાત સરકાર પાવર પ્લાન્ટના 25 વર્ષના કોન્ટ્રાક્ટમાં ફેરફાર કરીને ગુજરાતના લોકો ઉપર ફ્યુઅલ એડજસ્ટમેન્ટ ચાર્જનો ભાર ઉદ્યોગપતિઓના બદલે જનતાના ખભે નાખી દેતા ગુજરાતની જનતાને મોંઘવારીનો નવો ડામ આપવામાં આવ્યો હોય તેવી સ્થિતિમાં મધ્યમ વર્ગીય પરિવારો મુકાઈ ગયા છે, વીજળીનો સરકારી ભાવ ₹3.95 છે ત્યારે એક યુનિટના ગુજરાતમાં ₹8.58 જનતાએ ચૂકવવા પડે છે ઉલ્લેખનીય છે કે સ્માર્ટ મીટરમાં રિચાર્જ પૂરું થતાં જ તાત્કાલિક વીજ સપ્લાય બંધ થઈ જાય છે તેવામાં બાળકો વૃદ્ધો ધરાવતા પરિવારો ના ઘરોમાં રાત્રિના સમયે વીજ સપ્લાય બંધ થતાં અનેક પરિવારો પરેશાનીનો સામનો કરવો પડ્યો છે, આથી ગુજરાત સરકાર સમક્ષ આવેદન દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે સ્માર્ટ મિટર લગાવવાનું બંધ કરવામાં આવે, નહીં તો, આમ આદમી પાર્ટી દ્વારા ઘર ઘર, ગલી, મહોલ્લામાં જઈ લોકોને સ્માર્ટ મીટર વિરુદ્ધ જાગૃત કરવામાં આવશે વીજ કંપની દ્વારા જેના ઘરમાં વીજ સપ્લાય બંધ કરવામાં આવશે, તેનું કનેક્શન આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા ફરી એક વખત ચાલુ કરી આપવામાં આવશે રિચાર્જ કે સીધા બિલ ભરવાનો ઇનકાર કરવામાં આવશે. સહિતની બાબતો મુખ્યમંત્રીને સંબોધીને આવેદનપત્રમાં જણાવવામાં આવી છે.

Advertisement

અત્રે નોંધનીય છે કે સ્માર્ટ મીટર આવતા જ મધ્યમ તેમજ સીમિત આવક ધરાવતા પરિવારો પર મોંઘવારીનો એક નવો ડામ પડ્યો હોય તેવી સ્થિતિ સર્જાય છે, તેવામાં સ્માર્ટ મીટર ના કારણે બે મહિના ના સમયગાળા દરમિયાન આવતા બિલ થી વધુ બેલેન્સ તાત્કાલિક રિચાર્જમાં પૂરી થઈ જતી હોય છે, જેના કારણે કોઈપણ સમયે વીજ પુરવઠો વીજ તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવતા ભર ઉનાળે લોકોને ગરમીનો સામનો વેઠવો પડ્યો છે.
સ્માર્ટ મીટરના વિરોધમાં ભરૂચ આમ આદમી પાર્ટી ના પ્રમુખ પિયુષ પટેલ દ્વારા વિસ્તૃત આવેદન


Share

Related posts

કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં રાજ્યના કુલપતિઓનો બે દિવસીય શિક્ષણ વિષયક સેમિનાર યોજાયો.

ProudOfGujarat

જંબુસર ખાતે આંગડિયા પેઢીના કર્મચારીને છરાની અણીએ લૂંટનારા ત્રણ લૂંટારુ ગણતરીના કલાકોમાં ઝડપાયા, બે લૂંટારુ સરનાર ગામના તો અન્ય એક સુરતનો નીકળ્યો

ProudOfGujarat

શહેરા : જીલ્લા કક્ષાના વિજ્ઞાન મેળામા સ્વાસ્થ્ય આરોગ્ય અને સ્વચ્છતાની કૃતિ ડેમલી હાઇસ્કુલ દ્વારા પ્રદર્શિત કરાઈ..!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!