*અંકલેશ્વર ઓદ્યોગિક વસાહત માં રાષ્ટ્રીય પક્ષી ઓ ના મૃત્યુ ને સલગ્ન વિભાગ થી ઝુપાવી જમીન માં દાટી દેવાનું કૃત્ય બહાર આવતા તંત્ર દોડતું થયું.*
*સ્થાનિક સામાજિક સંસ્થાની ફરિયાદ ના અનુસંધાને વન વિભાગ દ્વારા તપાસ કરાતા રાષ્ટ્રીય પક્ષી એવા ત્રણ મોર ના મૃત દેહો બહાર કાઢવામાં આવ્યા. મૃત્યુ ના કારણો અને ગુન્હેગારો ના સંડોવણી ની તપાસ વન વિભાગ દ્વારા કરવામાં આવી છે.*
૨૦/૦૫/૨૪
અંકલેશ્વર
અંકલેશ્વર ઓદ્યોગિક વસાહત માં આવેલ રાલીઝ ઇન્ડિયા કંપની નાં કમ્પાઉન્ડ ની બાજુ નાં ખુલ્લા પ્લોટ માં મોરો ના મૃતદેહો ને જમીન માં દાટવામાં આવ્યા ની માહિતી પ્રકૃતિ સુરક્ષા મંડળ ના સભ્ય શ્રી હરેશભાઈ પરમાર ને મળતા સંસ્થા દ્વારા પ્રાથમિક તપાસ બાદ વન –વિભાગ ને માહિતી આપવામાં આવી હતી. વન વિભાગ દ્વારા બતાવેલ સ્થળે તપાસ અને ખોદકામ કરતા બે-મોર અને એક ઢેલ એમ ત્રણ મોર પક્ષીઓ ના મૃતદેહો ને બહાર કાઢવામાં આવ્યા છે.
મૃત્યુ ના કારણો અને કૃત્ય કરનારા ઓ ની તપાસ ચાલી રહી છે. મળેલ માહિતી અને મૃત્યુ ના કારણો અને કૃત્ય કરનારા ઓ ની શંકા ના આધારે આસ-પાસ ના એકમો માં તપાસ કરવામાં આવી રહી છે. માહિતી સ્પષ્ટ છે છતા તપાસ પુરાવા ના આધારે યોગ્ય તપાસ કરવામાં આવી રહી છે.
પ્રકૃતિ સુરક્ષા મંડળ ના સલીમ પટેલે જણાવ્યું હતું કે “ ઓદ્યોગિક એકમ વિસ્તાર માં આપણા રાષ્ટ્રીય પક્ષી એવા મોરો ના મૃત્યુ અને આ કૃત્યુ ને છુપાવવા તેને દાટી દેવાની ઘટના ની મળેલ માહિતી બાદ અમોએ બનાવ ના સ્થળ તપાસ કરી પુરતી માહિતી મેળવી છે અને તે માહિતી સલગ્ન વન વિભાગ ને આપી છે. સંભવિત કૃત્ય કરનારાઓ બાબતે ની અમારી શંકાઓ વનવિભાગ ને કરી છે. અમોને આશા છે યોગ્ય તપાસ થશે. અને ગુનેહગારો સામે પગલા લેવામાં આવશે