Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ભરૂચમાં ચોરાયેલ બાઈક સાથે એક આરોપીને ઝડપી પાડતી એલસીબી પોલીસ

Share

ભરૂચમાં ચોરાયેલ બાઈક સાથે એક આરોપીને ઝડપી પાડતી એલસીબી પોલીસ

ભરૂચમાં અવાર- નવાર વાહન ચોરીના ગુનાઓ બનતા રહે છે આ ગુનાઓને અટકાવવા માટે એલસીબી ની ફિલ્ડ તથા ટેકનિકલસેલ ની ટિમ સઘન પ્રયાસો હાથ ધરતા એલસીબી ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે સમયે બાતમીના આધારે એક શખ્સને ચોરાઉ બાઈક સાથે પોલીસે ઝડપી પાડ્યો છે.

Advertisement

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચ જિલ્લામાં બાઇક ચોરીના ગુના વધતા જાય છે તેને અટકાવવા માટે ગુનાઓની ગંભીરતાને ધ્યાને લઈને બાઇક ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલવા માટે સઘન પ્રયત્નો હાથ ધરતા એલસીબી ની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળેલ કે ભરૂચ શહેર સીટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનના અગાઉ બાઇક ચોરીના ગુનામાં સંડોવાયેલ એક સક્શ શીતલ સર્કલ ખાતે ઉભો હોય જેથી આ બાતમીના આધારે રેલવે સ્ટેશન પાસે શીતલ સર્કલ ખાતે એલસીબી ની ટીમ તપાસમાં રહીને બાતમી વર્ણન મુજબ શખ્સને ઝડપી લેવામાં આવતા બાઈક ના પુરાવા માંગતા બિલ વગેરેની પૂછપરછ કરતા બાઇક મારા મિત્ર પ્રિન્સ ની છે કહેતા પ્રિન્સ રાવને ઝડપી લઇ યુક્તિ પ્રયુક્તિથી સઘન પૂછતાછ કરતા આશરે ત્રણેક મહિના અગાઉ ભરૂચ એબીસી ચોકડી નજીક આનંદ રેસ્ટોરન્ટ પાસેથી પાર્ક કરેલ બાઈક ચાલુ કરી નાસી ગયેલ હોય જેની નંબર પ્લેટ કાઢી ચોરી છુપી થી આજ દિન સુધી આ બાઈક નો ઉપયોગ કરેલ હોવાની પોલીસ પૂછતાછ દરમિયાન આરોપીએ કબુલાત આપેલ હોય આથી પોલીસે મોટરસાયકલ નંબર Gj- 16 BP- 8926 કિંમત રૂ. 20,000 તથા આરોપી પ્રિન્સ સંજય રાવ ઉંમર વર્ષ 21 રહે. સચ્ચિદાનંદ સોસાયટી, નંદેલાવ રોડ, મૂળ ગ્વાલિયર મધ્યપ્રદેશ ને ઝડપી લઇ સી ડિવિઝન પોલીસ સ્ટેશનને એલસીબી ની ટીમે સોંપેલ છે.


Share

Related posts

જુનાગઢમાં ઝાંઝરડા રોડ બાયપાસ નજીક 17.01 ગ્રામ એમડી ડ્રગ્સ ઝડપાયું, 3 ઇસમોની ધરપકડ

ProudOfGujarat

એ.પી.જે અબ્દુલ કલામ પુણ્યતિથિ: ક્લામના જીવનના સફરની એક મુલાકાત : પૂર્ણ કર્યું બાળપણનું સ્વપ્ન …

ProudOfGujarat

માંગરોળ તાલુકાના પીપોદરા ગામે ગોલ્ડી સોલાર પ્રીમિયમ લીગ ક્રિકેટ મેચ નુ આયોજન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!