Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ટંકારીયાના ગ્રામજનો દ્વારા વીજ સમસ્યાના નિરાકરણ માટે પાલેજ ડી જી વી સી એલ કચેરી ખાતે ડે. એન્જિનિયરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરાઇ…

Share

ટંકારીયાના ગ્રામજનો દ્વારા વીજ સમસ્યાના નિરાકરણ માટે પાલેજ ડી જી વી સી એલ કચેરી ખાતે ડે. એન્જિનિયરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરાઇ…

ભરૂચના ટંકારીયા ખાતે વીજ સમસ્યાનું નિરાકરણ લાવવા બાબતે પાલેજ ડી જી વી સી એલ કચેરી ખાતે ડે. એન્જીનીયરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી. આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ગામમાં ફરજ બજાવતા હેલપર ઇકબાલ ગુલામની તાત્કાલિક બદલી કરવા માંગ કરી હતી. રાત્રી તેમજ દિવસના સમયે અલગ અલગ હેલપર ફાળવવા માંગ કરી હતી. જ્યારે ગામમાં વીજ પુરવઠો ખોરવાઇ છે ત્યારે ઇકબાલ હેલ્પરને ફોન કરે છે ત્યારે હેલ્પર દ્વારા પાલેજ કચેરીએ ફરિયાદ નોંધાવવા જણાવતા હોવાનું આવેદનપત્રમાં જણાવ્યું હતું. વધુમાં જણાવ્યું હતું કે જે વિસ્તારમાં ફોલ્ટ થયો હોય તે વિસ્તારનો વીજ પુરવઠો બંધ કરી અન્ય વિસ્તારમાં વીજ પુરવઠો ચાલુ રહે એવી માંગ કરી હતી.

Advertisement

ગામનો વીજ પુરવઠાના ભારણનો સર્વે કરાવી વીજ પુરવઠાનું ભારણ અલગ કરી ડી પી વધારવાની માંગ કરી હતી. પાલેજ – ટંકારીયા તેમજ સીતપોણ ગામની એક લાઇન હોય દરેક ગામોની અલગ સ્વીચ આપી અન્ય ગામમાં ફોલ્ટ હોય તે સમયે ટંકારીયા ગામને વીજ પુરવઠો કાર્યરત રહે તેવી માંગ કરી હતી. પાલેજ સબ સ્ટેશનથી ટંકારીયા ગામને વીજ પુરવઠાનું જોડાણ આપવા આવે તો સીધો વીજ પુરવઠો ટંકારીયા ગામને મળી રહે એવી વ્યવસ્થા કરવા માંગ કરી હતી. ટંકારીયા ગામના સામાજિક કાર્યકર સફવાન ભૂતાએ મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે ટંકારીયા ગામના જાગૃતિ નાગરિકો દ્વારા પાલેજ જીઇબી કચેરી ખાતે આવ્યા છેલ્લા ઘણા સમયથી ટંકારીયા ગામના સળગતા વીજ પ્રશ્નો છે લાઇટનો વીજ કાપ છે હેલપરનો પ્રશ્ન છે અમે રજુઆત કરવા આવ્યા છીએ. અમે જીઇબી ના મુખ્ય અધિકારી દ્વારા અમોને સંતોષકારક જવાબ મળેલા છે. પરંતુ અમારી ઉગ્ર રજુઆત છે કે ટંકારીયા ગામના હેલ્પર ઇકબાલની બદલી માટે રજુઆત કરી છે. વધુમાં જણાવ્યું હતું કે ગામના વીજ પ્રશ્નોનું નિરાકરણ બાબતે મુખ્ય અધિકારી પાસે ગ્રામજનોએ આશાવાદ સેવ્યો છે. પંદર દિવસમાં વિંજ પ્રશ્નો હલ કરવા માંગ કરી છે…

:- યાકુબ પટેલ..પાલેજ…


Share

Related posts

ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામે આંકડાના જુગાર સાથે બે ઇસમો ઝડપાયા.

ProudOfGujarat

ઉમલ્લા દુ.વાઘપુરા ગામે યુવાનો દ્વારા પક્ષીઓને પાણી પીવા કુંડા મુકાયા.

ProudOfGujarat

રાજપારડી વિસ્તારની ક્વોરીઓ માંથી ખનીજ વહન કરતી ટ્રકો ભુસ્તર વિભાગે ઝડપી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!