માનવ સ્વાસ્થ્ય ને નુકશાની કરી શકે તેવો સલ્ફર જેવો પીળા કલર નો કેમિકલ પદાર્થ જાહેર માં નિકાલ કરનારા સામે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો
-ઔધોગિક એકમો થકી થતા કૃત્યો,પર્યાવરણ નાં દુશ્મનો આખરે ક્યારે સુધરશે..?
ભરૂચ જિલ્લા નાં ઔધોગિક એકમો પાસે થી અવાર નવાર જાહેર માં કેમિકલ વેસ્ટ નાં નિકાલ ની બાબતો ચર્ચાનું કેન્દ્ર બનતી હોય છૅ, તેવામાં અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે સલ્ફર કેમિકલ નો જાહેર માં નિકાલ કરનારા ઈસમો સામે ગુનો નોંધી કાયદેસર ની કાર્યવાહી હાથધરી છૅ,
અંકલેશ્વર ની હોટલ સિલ્વર સેવન ની બાજુમાં ખુલ્લી જગ્યા માં પીળા કલર નું સલ્ફર નામક કેમિકલ નો જથ્થો ખાલી કરવા આવેલ હાઇવા ડમ્ફર ને પોલીસે ઝડપી પાડ્યો હતો, જે બાદ મામલે ચાલક ની પૂછ પરછ કરતા તેને સુરત નાં હજીરા ખાતેથી આ કેમિકલ ભર્યું હતું
જે બાદ પોલીસે મામલે મુકેશભાઈ નાનજીભાઈ ડામોર રહે, જહાંગીર પુરા સુરત તેમજ ભરત રોડ કેરિયર નાં માલિક સલ્ફર કેમિકલ હજીરા થી ભરાવનાર ભરત ભાઇ રાજ પુરોહિત રહે, ઈચ્છાપૂર સુરત તેમજ સલ્ફર કેમિકલ ખાલી કરી નાસી જનાર હાઇવા ડમ્ફર નો ચાલક તથા સલ્ફર કેમિકલ ભરવા મોકલનાર ડમ્ફર નાં માલિક વિરુદ્ધ ગુનો દાખલ કરી મામલે કુલ 8 લાખ ઉપરાંત નો મુદ્દામાલ કબ્જે કરી સમગ્ર મામલે કાયદેસર ની કાર્યવાહી હાથધરી છૅ,
અત્રે ઉલ્લેખ નિય છૅ કે અંકલેશ્વર અને સુરત જેવા વિસ્તારમાં આવેલ કેટલાય ઔધોગિક એકમો પર્યાવરણ નાં દુશ્મન સમાન ની ભૂમિકાઓ ભૂતકાળ માં પણ સામે આવી ચુકી છૅ, તેવામાં વધુ એક વાર અંકલેશ્વર પંથક માં આ પ્રકારે જાહેર માં કેમિકલ નો નિકાલ કરવાનું કૌભાંડ ઝડપાઈ આવતા આખરે આ પ્રકાર નાં તત્વો ક્યારે સુધરવાનું નામ લેશે તે એક મોટો પ્રશ્ન પર્યાવરણ પ્રેમીઓમાં ઉઠી રહ્યો છૅ,